ઓમાનના તટ પાસે જહાજ પર હુમલો, 11માંથી 10 ભારતીયોને સુરક્ષિત બચાવાયા

By BBC Gujarati
ઓમાનના તટ પાસે જહાજ પર હુમલો, 11માંથી 10 ભારતીયોને સુરક્ષિત બચાવાયા

Photo: BBC Gujarati

AI Key Highlights
  • ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે ઓમાનના તટ પાસે વાણિજ્યિક જહાજ જીએફએસ ગૅલેક્સી પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે.
  • મંત્રાલયે જણાવ્યું કે જહાજ પર સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે.
  • વિદેશ મંત્રાલયઅનુસાર, "ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે સમન્વય સાથે ચાલી રહેલા બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે." મંત્રાલયે આ અભિયાનમાં સહયોગ માટે ઓમાન સરકાર અને ત્યાંના અધિકારીઓનો આભાર માન્યો છે.
  • વિદેશ મંત્રાલયે કહ્યું કે ક્ષેત્રમાં વાણિજ્યિક જહાજો પર સતત થઈ રહેલા હુમલા બહુ ચિંતાજનક છે.
  • ભારતે ફરી એક વાર ક્ષેત્રમાં તણાવ ઓછા કરવા અને ચાલુ વાતચીતને કૂટનીતિક સમાધાન સુધી પહોંચાડવાની અપીલ કરી છે, જેથી શાંતિ અને સ્થિરતા સ્થાપી શકાય.

ભારતીય વિદેશ મંત્રાલયે રવિવારે ઓમાનના તટ પાસે વાણિજ્યિક જહાજ જીએફએસ ગૅલેક્સી પર થયેલા હુમલાની સખત નિંદા કરી છે. મંત્રાલયે જણાવ્યું કે જહાજ પર સવાર 11 ભારતીય નાગરિકોમાંથી 10ને સુરક્ષિત બચાવી લેવાયા છે, જ્યારે એક ભારતીય નાગરિક હજુ પણ ગુમ છે. વિદેશ મંત્રાલયઅનુસાર, "ઓમાનમાં આવેલું ભારતીય દૂતાવાસ આખા ઘટનાક્રમ પર નજર રાખી રહ્યું છે અને ઓમાની અધિકારીઓ સાથે સમન્વય સાથે ચાલી રહેલા બચાવ અભિયાનમાં સક્રિય રીતે સહયોગ કરી રહ્યું છે. " મંત્રાલયે આ અભિયાનમાં સહયોગ માટે ઓમાન સરકાર અને ત્યાંના અધિકારીઓનો આભાર માન્યો છે.

More To Read