પુલવામા હુમલાનો માસ્ટરમાઇન્ડ હમઝા બુરહાન POK માં ઠાર, અજાણ્યા લોકોએ મારી ગોળી
By Abp

Photo: Abp
AI Key Highlights
- Hamza Burhan Encounter:14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા હોવાનું મનાતા આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે
Hamza Burhan Encounter:14 ફેબ્રુઆરી 2019 ના પુલવામા આતંકી હુમલા સાથે જોડાયેલા હોવાનું મનાતા આતંકી હમઝા બુરહાનની પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK) માં ગોળી મારીને હત્યા કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મુઝફ્ફરાબાદમાં અજ્ઞાત હુમલાખોરોએ હમઝા બુરહાનને નિશાન બનાવ્યો હતો, જ્યાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. એવું જણાવવામાં આવી રહ્યું છે કે હમઝા બુરહાન પાકિસ્તાન સ્થિત આતંકી નેટવર્ક સાથે જોડાયેલો હતો અને પુલવામા હુમલાના કાવતરામાં તેની મહત્વની ભૂમિકા માનવામાં આવતી હતી. પુલવામા હુમલો 14 ફેબ્રુઆરી 2019 ના રોજ જમ્મુ-કાશ્મીરમાં થયો હતો, જેમાં CRPF ના 40 જવાનો શહીદ થયા હતા.
Was this story interesting?





