મુશ્કેલ સમયમાં આ દેશે ભારતને મદદની આપી ખાતરી, કહ્યું - કોઈ પણ સંજોગોમાં ઇંધણ અને ઊર્જાની અછત નહીં થવા...
By Abp

Photo: Abp
AI Key Highlights
- Russia India energy news:દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતના જૂના અને વિશ્વાસુ મિત્ર રશિયાએ એક મોટી ખાતરી આપી છે
Russia India energy news:દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધ અને ઊર્જા સંકટ વચ્ચે ભારતના જૂના અને વિશ્વાસુ મિત્ર રશિયાએ એક મોટી ખાતરી આપી છે. રશિયાના વિદેશ મંત્રી સર્ગેઈ લાવરોવે સ્પષ્ટ કર્યું છે કે ભારતને ક્યારેય ઇંધણ કે ઊર્જાની અછત નહીં પડવા દેવામાં આવે. નવી દિલ્હીમાં યોજાનારી BRICS 2026 બેઠક પહેલા એક ઈન્ટરવ્યુમાં તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ભરપૂર વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે બંને દેશો વચ્ચેની મિત્રતા એટલી અતૂટ છે કે તેમના રસ્તા ક્યારેય અલગ થઈ શકે જ નહીં. પશ્ચિમી દેશોના દબાણ છતાં રશિયા ભારતને તેલ, ગેસ અને પરમાણુ ઊર્જા પૂરી પાડવાનું સતત ચાલુ રાખશે.
Was this story interesting?





