વિશ્વના કેટલાક ધનકુબેરોએ ક્રિપ્ટોકરન્સીથી ચાલતો સ્વઘોષિત દેશ બનાવ્યો, કેવો છે અને ક્યાં આવેલો છે આ દેશ?
By BBC GujaratiJuly 17, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- હોડીમાંથી જોતાં ફ્રી રિપબ્લિક ઑફ લિબરલૅન્ડ કંઈ એવું ખાસ દેખાતું નથી.
- તમે કલ્પ્યું પણ નહીં હોય કે, આ સપાટ, ડેન્યુબ નદીના કિનારે એલ્ડરનાં વૃક્ષો, તંબુઓ અને ટ્રીહાઉસથી ઘેરાયેલું પૂરનું મેદાન વિશ્વના કેટલાક ધનકુબેરો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાયના સૌથી મોટા પ્રારંભિક રોકાણકારનો પણ સમાવેશ થાય છે.
- તેનાથી સાવ ઊલટું, ઝાહા હદીદની ઝેડએચએ આર્કિટેક્ચર ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું લિબરલૅન્ડનું જે વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન અત્યારે મને બતાવવામાં આવી રહ્યું છે, તેમાં ચળકતા ટાવર, તરતા પબ્લિક પાર્ક અને ગુરુત્વાકર્ષણને પડકારતા વૉટર ફીચર્સ દેખાય છે.
- આ વર્ઝન મને બતાવનારી વ્યક્તિ છે વિટ જેડલિકા, જેઓ લિબરલૅન્ડના રાષ્ટ્રપતિ છે.
- તેમણે ક્રિપ્ટોકરન્સી જેવી જ ટેકનૉલૉજી પર ચાલતા ખરા અર્થમાં મુક્તતાવાદી, ડિજિટલ દેશ બનાવવાના આશય સાથે સર્બિયા અને ક્રોએશિયા વચ્ચેના વિવાદાસ્પદ પ્રદેશ પર આ નાના દેશ (માઇક્રોનેશન)ની સ્થાપના કરી હતી.
હોડીમાંથી જોતાં ફ્રી રિપબ્લિક ઑફ લિબરલૅન્ડ કંઈ એવું ખાસ દેખાતું નથી. તમે કલ્પ્યું પણ નહીં હોય કે, આ સપાટ, ડેન્યુબ નદીના કિનારે એલ્ડરનાં વૃક્ષો, તંબુઓ અને ટ્રીહાઉસથી ઘેરાયેલું પૂરનું મેદાન વિશ્વના કેટલાક ધનકુબેરો સાથે સંબંધ ધરાવે છે, જેમાં ટ્રમ્પ પરિવારના ક્રિપ્ટો વ્યવસાયના સૌથી મોટા પ્રારંભિક રોકાણકારનો પણ સમાવેશ થાય છે. તેનાથી સાવ ઊલટું, ઝાહા હદીદની ઝેડએચએ આર્કિટેક્ચર ફર્મ દ્વારા ડિઝાઇન કરવામાં આવેલું લિબરલૅન્ડનું જે વર્ચ્યુઅલ રિયાલિટી વર્ઝન અત્યારે મને બતાવવામાં આવી રહ્યું છે, તેમાં ચળકતા ટાવર, તરતા પબ્લિક પાર્ક અને ગુરુત્વાકર્ષણને પડકારતા વૉટર ફીચર્સ દેખાય છે. આ વર્ઝન મને બતાવનારી વ્યક્તિ છે વિટ જેડલિકા, જેઓ લિબરલૅન્ડના રાષ્ટ્રપતિ છે.
Was this story interesting?





