વ્હાઇટ હાઉસ નજીક 30 રાઉન્ડ ફાયરિંગ, ડોનાલ્ડ ટ્રમ્પ પરિસરમાં જ હતા હાજર, હુમલાખોરનું મોત
By AbpMay 24, 2026

Photo: Abp
AI Key Highlights
- USA News:યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્હાઇટ હાઉસ નજીક 23 મે શનિવારે સાંજે એક વ્યક્તિએ સુરક્ષા ચોકી પાસે પહોંચીને સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો ત્યારે હોબાળો મચી ગયો.
- યુએસ સિક્રેટ સર્વિસ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શંકાસ્પદ વ્યક્તિ પૂર્વીય સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ સુરક્ષા ચોકી પાસે પહોંચ્યો, તેની બેગમાંથી હથિયાર કાઢ્યું અને ત્યાં તૈનાત અધિકારીઓ પર ગોળીબાર કર્યો.
- ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આશરે 30 રાઉન્ડ ગોળીબાર થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે.
- Preliminary statement regarding the shooting incident on 17th Street and Pennsylvania Avenue.pic.twitter.com/VK6WWAfH3e યુએસ સિક્રેટ સર્વિસના કોમ્યુનિકેશન ઓફિસે ટ્વિટ કર્યું, "શનિવારે સાંજે 6 વાગ્યા પછી, એક વ્યક્તિએ હથિયાર કાઢ્યું અને 17મી સ્ટ્રીટ અને પેન્સિલવેનિયા એવન્યુ વિસ્તારમાં ગોળીબાર કર્યો.
- સિક્રેટ સર્વિસના અધિકારીઓએ વળતો ગોળીબાર કર્યો, જેમાં શંકાસ્પદ વ્યક્તિને ગોળી મારી દીધી.
USA News:યુનાઇટેડ સ્ટેટ્સમાં વ્હાઇટ હાઉસ નજીક 23 મે શનિવારે સાંજે એક વ્યક્તિએ સુરક્ષા ચોકી પાસે પહોંચીને સુરક્ષા કર્મચારીઓ પર ગોળીબાર કર્યો ત્યારે હોબાળો મચી ગયો. યુએસ સિક્રેટ સર્વિસ અનુસાર, પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે, શંકાસ્પદ વ્યક્તિ પૂર્વીય સમય મુજબ સાંજે 6 વાગ્યાની આસપાસ સુરક્ષા ચોકી પાસે પહોંચ્યો, તેની બેગમાંથી હથિયાર કાઢ્યું અને ત્યાં તૈનાત અધિકારીઓ પર ગોળીબાર કર્યો. ફોક્સ ન્યૂઝના અહેવાલ મુજબ, આશરે 30 રાઉન્ડ ગોળીબાર થયો, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાયો છે. Preliminary statement regarding the shooting incident on 17th Street and Pennsylvania Avenue.
Was this story interesting?





