US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું

By Abp
US પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાન્કાની હત્યાનો પ્રયાસ, ઈરાનની IRGC એ ઘડ્યું હતું કાવતરું

Photo: Abp

Ivanka Trump Assassination Plot:અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પુત્રી ઇવાંકા ટ્રમ્પની હત્યાનો પ્રયાસ થયો છે. ઈરાનની ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ્સ કોર્પ્સ (IRGC) ના પ્રશિક્ષિત કમાન્ડરે ઇવાંકાને ટાર્ગેટ બનાવી હતી. 'ન્યૂયોર્ક પોસ્ટ' ના અહેવાલ મુજબ, 'IRGC ના આતંકવાદી મોહમ્મદ બાકર સાદ દાઉદ અલ-સાદીએ ઇવાંકાને મારવાની કસમ ખાધી હતી અને તેની પાસે ઇવાંકાના ફ્લોરિડા સ્થિત નિવાસસ્થાનનો નકશો  પણ હતો. રિપોર્ટ અનુસાર, ઇરાકી નાગરિક અલ-સાદી ટ્રમ્પ પરિવારને નિશાન બનાવીને ઈરાની સૈન્ય કમાન્ડર કાસિમ સુલેમાનીના મોતનો બદલો લેવા માંગતો હતો.