અમેરિકાનું એ વિઝા 'કૌભાંડ' જેને કારણે દસ હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા

By BBC GujaratiMay 19, 2026
અમેરિકાનું એ વિઝા 'કૌભાંડ' જેને કારણે દસ હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા

Photo: BBC Gujarati

AI Key Highlights
  • અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ 10,000 કરતાં વધારે વિદેશી વિદ્યાર્થીઓને સંડોવતા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે

અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટ (આઇસીઇ)એ 10,000 કરતાં વધારે વિદેશી વિદ્યાર્થીઓને સંડોવતા વિઝા કૌભાંડનો પર્દાફાશ કરવાનો દાવો કર્યો છે. આ કૌભાંડ અમેરિકન ઇમિગ્રેશન ઍન્ડ કસ્ટમ્સ ઍન્ફોર્સમેન્ટના ઓપીટી(OPT) એટલે કે ઑપ્શનલ પ્રૅક્ટિકલ ટ્રેનિંગ પ્રોગ્રામ થકી પાર પાડવામાં આવ્યું હોવાનું કહેવાય છે. વાસ્તવમાં, ઓપીટી પ્રોગ્રામ હેઠળ સ્ટુડન્ટ વિઝા ઉપર અમેરિકા આવતા વિદેશી નાગરિકોને 12 મહિના સુધી કે અમુક કિસ્સાઓમાં 24 મહિનાઓ સુધી કામ કરવાની પરવાનગી મળે છે. આઇસીઇના વચગાળાના વડા ટોડ લિયોન્સે એક પત્રકાર પરિષદ દરમિયાન દાવો કર્યો હતો કે, જાસૂસી, વિઝા તથા રોજગાર અંગે છેતરપિંડી અને વૃદ્ધ અમેરિકનોને નિશાન બનાવતાં કૌભાંડો સહિતના આ પ્રકારના હજ્જારો કેસ તેમની સમક્ષ આવી ચૂક્યા છે.

More To Read

અમેરિકાનું એ વિઝા 'કૌભાંડ' જેને કારણે દસ હજાર વિદ્યાર્થીઓ ફસાઈ ગયા | Teri Meri Bat | Teri Meri Bat