ભારત-બ્રિટન વચ્ચે વેપાર કરારથી સામાન્ય ખરીદદારોને કેટલો ફાયદો થશે?

By BBC GujaratiJuly 15, 2026
ભારત-બ્રિટન વચ્ચે વેપાર કરારથી સામાન્ય ખરીદદારોને કેટલો ફાયદો થશે?

Photo: BBC Gujarati

AI Key Highlights
  • વિમ્બલ્ડન ટૅનિસ ટુર્નામેન્ટ માટે ચૅમ્પિયનશિપ ટૉવેલ્સ (ટુવાલ) બનાવનારી ભારતીય કંપની વેલસ્પન લિવિંગની ઑફિસોમાં બુધવારથી અમલી બનેલા ઇન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) (ભારત-યુકે મુક્ત વેપાર સંધિ)નો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે.
  • હોમ ટેક્સ્ટાઇલ ઉત્પાદન ક્ષેત્રની આ અગ્રણી કંપનીનો સમાવેશ દેશની વિશાળ કંપનીઓમાં થાય છે અને તે જ્હોન લુઇસ અને ટેસ્કો સહિતના ઘણા અગ્રેસર હાઇ-સ્ટ્રીટ રિટેલર્સને બેડશીટ્સ તથા ટુવાલની સપ્લાય કરે છે.
  • વેલસ્પન લિવિંગનાં સીઇઓ દિપાલી ગોયન્કાએ બીબીસીને જણાવ્યું હતું, "આ પૈકીની ઘણી બ્રાન્ડ્ઝે આગામી થોડાં વર્ષો સુધીની વ્યાવસાયિક યોજના નક્કી કરવા માટે તાજેતરનાં સપ્તાહોમાં ભારતની મુલાકાત લીધી હતી.
  • સામાન્યપણે અમે અમારા અમેરિકન ગ્રાહકો માટે જ આવી સંયુક્ત ભાવિ યોજનાઓ ઘડતાં હતાં, પણ હવે બ્રિટિશ ક્લાયન્ટ્સ સાથે પણ આવી યોજનાઓ આકાર પામી રહી છે." "હકીકતમાં, અત્યારે આપણે વાત કરી રહ્યાં છીએ, ત્યારે લંડન સ્થિત અમારી સપ્લાય ચેઇનની ટીમ જ્હોન લુઇસની ઑફિસમાં બેસીને ચર્ચા કરી રહી છે." વિશ્વનાં પાંચમા અને છઠ્ઠા સૌથી વિશાળ અર્થતંત્રો વચ્ચેનું આ એફટીએ બ્રિટન મોકલવામાં આવતી ભારતની 99 ટકા નિકાસો અને ભારતમાં આવતી બ્રિટનની 90 ટકા આયાતો પરનો ટેરિફ હટાવે છે કાં તો ઓછો કરે છે.
  • બ્રિટનની સરકારે આને ઇયુ છોડ્યા બાદની "બ્રિટનની સૌથી મોટી અને આર્થિક દૃષ્ટિએ સૌથી નોંધપાત્ર દ્વિપક્ષી વેપાર સંધિ" ગણાવી છે.

વિમ્બલ્ડન ટૅનિસ ટુર્નામેન્ટ માટે ચૅમ્પિયનશિપ ટૉવેલ્સ (ટુવાલ) બનાવનારી ભારતીય કંપની વેલસ્પન લિવિંગની ઑફિસોમાં બુધવારથી અમલી બનેલા ઇન્ડિયા-યુકે ફ્રી ટ્રેડ ઍગ્રીમેન્ટ (એફટીએ) (ભારત-યુકે મુક્ત વેપાર સંધિ)નો પૂરેપૂરો લાભ ઉઠાવવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે. હોમ ટેક્સ્ટાઇલ ઉત્પાદન ક્ષેત્રની આ અગ્રણી કંપનીનો સમાવેશ દેશની વિશાળ કંપનીઓમાં થાય છે અને તે જ્હોન લુઇસ અને ટેસ્કો સહિતના ઘણા અગ્રેસર હાઇ-સ્ટ્રીટ રિટેલર્સને બેડશીટ્સ તથા ટુવાલની સપ્લાય કરે છે. વેલસ્પન લિવિંગનાં સીઇઓ દિપાલી ગોયન્કાએ બીબીસીને જણાવ્યું હતું, "આ પૈકીની ઘણી બ્રાન્ડ્ઝે આગામી થોડાં વર્ષો સુધીની વ્યાવસાયિક યોજના નક્કી કરવા માટે તાજેતરનાં સપ્તાહોમાં ભારતની મુલાકાત લીધી હતી. સામાન્યપણે અમે અમારા અમેરિકન ગ્રાહકો માટે જ આવી સંયુક્ત ભાવિ યોજનાઓ ઘડતાં હતાં, પણ હવે બ્રિટિશ ક્લાયન્ટ્સ સાથે પણ આવી યોજનાઓ આકાર પામી રહી છે.

More To Read

ભારત-બ્રિટન વચ્ચે વેપાર કરારથી સામાન્ય ખરીદદારોને કેટલો ફાયદો થશે? | Teri Meri Bat | TeriMeriBat News