મોસ્કો પર યુક્રેનનો ભયંકર ડ્રોન હુમલો: 1 ભારતીયનું મોત અને 3 ઘાયલ, એમ્બેસી દોડતી થઈ
By AbpMay 17, 2026

Photo: Abp
AI Key Highlights
- Ukraine drone attack moscow:રવિવારે (17 મે, 2026) મધરાતે રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે
ukraine drone attack moscow:રવિવારે (17 મે, 2026) મધરાતે રશિયાની રાજધાની મોસ્કો પર યુક્રેને અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. આ ભયાનક હુમલામાં રશિયામાં કામ કરતા 1 ભારતીય કર્મચારીનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે, જ્યારે અન્ય 3 ભારતીયો ગંભીર રીતે ઘાયલ થયા છે. રશિયા સ્થિત ભારતીય દૂતાવાસે આ ઘટનાની પુષ્ટિ કરતા ઊંડો શોક વ્યક્ત કર્યો છે અને ઘાયલોને તમામ જરૂરી મદદ પૂરી પાડવાની ખાતરી આપી છે. યુક્રેનના આ મોટા હુમલામાં એકંદરે 3 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 12 લોકો ઈજાગ્રસ્ત થયા છે.
Was this story interesting?





