લૉરેન્સ બિશ્નોઈ સહિતની ગૅંગ કૅનેડામાં કેવી ધાકધમકી આપીને ખંડણી ઉઘરાવે છે?
By BBC Gujarati

Photo: BBC Gujarati
AI Key Highlights
- કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકો પાસેથી ખંડણી વસૂલવાના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી ગૅંગ સ્ટડી પરમિટ પર રહેતા યુવાનોનો ઉપયોગ કરી રહી હોવાના અહેવાલ છે
કૅનેડામાં દક્ષિણ એશિયન મૂળના લોકો પાસેથી ખંડણી વસૂલવાના અને અન્ય ગુનાઓમાં સંડોવાયેલી ગૅંગ સ્ટડી પરમિટ પર રહેતા યુવાનોનો ઉપયોગ કરી રહી હોવાના અહેવાલ છે. કૅનેડા સરકારના ધ ફાઇનાન્સિયલ ટ્રાન્ઝેક્શન્શ ઍન્ડ રિપોર્ટ્સ ઍનાલિસીસ સેન્ટર (FINTRAC)ના ગુપ્ત રિપોર્ટમાં આ ખુલાસો થયો છે. કૅનેડાના બ્રિટિશ કોલંબિયા, આલ્બર્ટા, મેનિટોબા અને ઓન્ટારિયો પ્રાંતોમાં દક્ષિણ એશિયન સમુદાય પાસેથી ખંડણીની માગણી તથા લક્ષિત હત્યા જેવી હિંસક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા નાણાકીય વ્યવહારોની માહિતી આ રિપોર્ટ આપે છે. ગુંડા ટોળકીઓ ખંડણી માગવાથી માંડીને પૈસા મેળવવા અને તેને ઠેકાણે પાડવા સુધીની સમગ્ર પ્રક્રિયા કેવી રીતે કરે છે તે આ રિપોર્ટમાં જણાવાયું છે.
Was this story interesting?





