FD Interest Rate: આ સરકારી બેંકે વધારી દીધુ FD પર વ્યાજ; આજથી નવા દરો અમલમાં

By Abp
FD Interest Rate: આ સરકારી બેંકે વધારી દીધુ FD પર વ્યાજ; આજથી નવા દરો અમલમાં

Photo: Abp

AI Key Highlights
  • Bank of India Hikes FD Rates:બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) એ પોતાના ગ્રાહકોને ભેટ આપતા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે

Bank of India Hikes FD Rates:બેંક ઓફ ઈન્ડિયા (Bank of India) એ પોતાના ગ્રાહકોને ભેટ આપતા ફિક્સ્ડ ડિપોઝિટ (FD) પર વ્યાજ દરોમાં વધારો કર્યો છે. જ્યાં મોટાભાગની બેંકોએ ફેબ્રુઆરી 2025 થી ભારતીય રિઝર્વ બેંક (RBI) દ્વારા રેપો રેટમાં કુલ 125 બેસિસ પોઈન્ટ્સના ઘટાડા બાદ ફિક્સ્ડ ડિપોઝિટ પરના દરો ઘટાડી દીધા છે, ત્યાં બેંક ઓફ ઈન્ડિયાએ તેનાથી વિપરીત પગલું ભરીને કેટલીક પસંદગીની મધ્યમ અને લાંબા ગાળાની ડિપોઝિટ પર વ્યાજ દરો વધાર્યા છે. આ સરકારી બેંકે 3 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ્ડ ડિપોઝિટ પર પોતાના વ્યાજ દરો વધાર્યા છે. આ નવા દરો આજથી એટલે કે 18 મે, 2026 થી લાગુ થઈ ગયા છે.

More To Read