Weather Forecast: રાજ્યમાં ગરમીનું થર્ડ ડિગ્રી ટોર્ચર, રાજકોટ, અમદાવાદ હોટેસ્ટ સિટી, હવામાન વિભાગે આપ્યું એલર્ટ
By Abp

Photo: Abp
Weather Forecast:ગુજરાતમાં ગરમીનો કહેર યથાવત છે, હજુ પાંચ દિવસ રાહતના કોઈ સંકેત નથી. હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ ગરમીની સ્થિતિ યથાવત રહેવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હાલ રાજ્યભરમાં આકરા તાપનું ટોર્ચર યથાવત જોવા મળી રહ્યું છે. હવામાન વિભાગના અનુમાન મુજબ હજુ આગામી પાંચ દિવસ સુધી લોકોને અંગ દઝાડતી ગરમીમાંથી રાહત મળવાની શક્યતા ઓછી છે.
Was this story interesting?





