અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી

By Abp
અંબાલાલ પટેલે રાજ્યમાં ગરમીને લઇને શું કરી મોટી આગાહી, આ જિલ્લાઓ માટે આપી ચેતવણી

Photo: Abp

Weather Forecast:ગુજરાતમાં ગરમીનો પ્રકોપ યથાવત છે ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી દિવસોને લઈને મહત્વપૂર્ણ આગાહી વ્યક્ત કરી છે. તેમના જણાવ્યા મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં તાપમાનમાં આંશિક ઘટાડો જોવા મળી શકે છે, પરંતુ બફારામાં વધારો થવાની શક્યતા છે. અંબાલાલ પટેલના અનુમાન અનુસાર કચ્છ અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાઈ શકે છે. કચ્છમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.