ગરમીથી શેકાતા ગુજરાત માટે મોટી રાહત: 24 કલાકમાં તાપમાન ઘટશે, ચોમાસું 4 દિવસ વહેલું
By AbpMay 18, 2026

Photo: Abp
AI Key Highlights
- ગુજરાતમાં આગામી 24 કલાકમાં તાપમાન 2 થી 3 ડિગ્રી ઘટશે, જેનાથી કાળઝાળ ગરમીમાંથી લોકોને છુટકારો મળશે.
gujarat weather forecast:ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી આકરી ગરમી પડી રહી છે અને સરેરાશ તાપમાનમાં 2 ડિગ્રીનો નોંધપાત્ર ઉછાળો આવ્યો છે. જોકે, આ કાળઝાળ ગરમી વચ્ચે હવામાન વિભાગે એક મોટા રાહતના સમાચાર આપ્યા છે. આગામી 24 કલાક પછી તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે, જેનાથી લોકોને બળબળતી ગરમીમાંથી થોડી રાહત મળશે. આ ઉપરાંત, ખેડૂતો અને સામાન્ય નાગરિકો માટે ખુશીની વાત એ છે કે આ વર્ષે ચોમાસું 4 દિવસ વહેલું એટલે કે 26 મે આસપાસ કેરળમાં પ્રવેશી શકે છે, જેના માટે વાતાવરણમાં સાનુકૂળ પરિસ્થિતિઓ સર્જાઈ ચૂકી છે.
Was this story interesting?





.webp)