ગુજરાતમાં દારૂ ઘૂસાડવામાં પોલીસ-નેતાઓની સાંઠગાંઠ, BJP સાંસદનો લેટર બોમ્બ
By AbpMay 22, 2026

Photo: Abp
AI Key Highlights
- ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે પોતાની જ સરકાર સામે 'લેટર બોમ્બ' ફોડીને રાજકીય ગરમાવો લાવી દીધો છે.
- તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને સનસનીખેજ પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે.
- વસાવાએ સ્પષ્ટપણે જણાવ્યું છે કે આ અડ્ડાઓ પોલીસ કર્મચારીઓ, અધિકારીઓ અને રાજનેતાઓની સાંઠગાંઠથી બેરોકટોક ચાલી રહ્યા છે.
- પત્રમાં ઉલ્લેખ છે કે પડોશી રાજ્ય મહારાષ્ટ્રની સરહદથી મોટા પ્રમાણમાં કેમિકલયુક્ત દારૂ ગુજરાતમાં ઘૂસાડવામાં આવે છે.
- દારૂ સપ્લાયના આખા રૂટમાં આવતા તમામ પોલીસ સ્ટેશનના પીએસઆઈની આ કાળા કારોબારમાં સીધી સંડોવણી હોવાનો ગંભીર આરોપ તેમણે લગાવ્યો છે.
રાજપીપળા:ભાજપના જ સાંસદે ભાજપ શાસિત ગુજરાતમાં દારૂબંધીના દંભનો પર્દાફાશ કર્યો છે. ગુજરાતમાં દારૂબંધીના દાવાઓ વચ્ચે ભરૂચથી ભાજપના સાંસદ મનસુખ વસાવાએ ફરી એકવાર પોતાની જ સરકાર સામે ‘લેટર બોંબ’ ફોડી રાજકારણમાં ગરમાવો લાવી દીધો. તેમણે રાજ્યના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પત્ર લખીને નર્મદા જિલ્લામાં ચાલતા ગેરકાયદે દારૂ અને જુગારના અડ્ડાઓનો પર્દાફાશ કર્યો છે. સાંસદ મનસુખ વસાવાનો વધુ એકવાર લેટર બોમ્બ હર હંમેશ સત્ય માટે બોલનાર અને લખનાર ભાજપના સાંસદ મનસુખ વસાવાએ વધુ એકવાર લેટર બોમ્બ રૂપમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે.
Was this story interesting?





