'બ્રાહ્મણો ભીખ માગે છે તે...' સ્વામિનારાયણ સંતની બેફામ નિવેદનબાજીથી બ્રહ્મ સમાજમાં આક્રોશ
By Abp

Photo: Abp
ગુજરાતમાં ફરી એકવાર સ્વામિનારાયણ સંપ્રદાયના સંતની બેફામ નિવેદનબાજીનો વીડિયો વાયરલ થયો છે. આ વખતે કચ્છના માંડવીમાં યોજાયેલા કાર્યક્રમમાં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બ્રહ્મ સમાજ પર ભીખ માગવાને લઇ ટિપ્પણી કરી હતી, જે બાદ વિવાદ થતા સમગ્ર બ્રહ્મ સમાજમાં આક્રોશ ફાટી નીળ્યો છે. કાર્યક્રમમાં શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ પોતાના સંબોધનમાં બ્રહ્મ સમાજના વખાણ પણ કર્યા તેમને કહ્યું કે શ્રેષ્ઠ સમાજ જો હોય તો એ માત્ર બ્રહ્મ સમાજ છે. વાયરલ થયેલો વીડિયો કચ્છના માંડવીમાં શ્રીવૃંદાવન સેવા અમૃત મહોત્સવનો છે, આ મહોત્સવ દરમિયાન અહીં સ્વામિનારાયણ સંપ્રદાયના શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીની વિવાદાસ્પદ ટિપ્પણીથી બ્રાહ્મણ સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો છે.
Was this story interesting?





