વસ્તી ગણતરી 2027: ગુજરાતમાં 'સ્વ ગણના' શરૂ, 17 થી 31 મે સુધી ઘરે બેઠા નોંધાવો વિગતો
By AbpMay 16, 2026

Photo: Abp
AI Key Highlights
- Census 2027 online registration:ભારત સરકારે આગામી 2027 ની વસ્તી ગણતરીને એકદમ સરળ, સચોટ અને ડિજિટલ બનાવવા માટે દેશમાં 'સ્વ ગણના' (Self-Enumeration) પ્રક્રિયાની વિધિવત શરૂઆત કરી દીધી છે
census 2027 online registration:ભારત સરકારે આગામી 2027 ની વસ્તી ગણતરીને એકદમ સરળ, સચોટ અને ડિજિટલ બનાવવા માટે દેશમાં 'સ્વ ગણના' (Self-Enumeration) પ્રક્રિયાની વિધિવત શરૂઆત કરી દીધી છે. આનો સીધો અર્થ એ છે કે હવે તમારે માહિતી આપવા માટે સરકારી કર્મચારીના ઘરે આવવાની રાહ જોવી નહીં પડે. તમે જાતે જ ઘરે બેઠા તમારા અને તમારા પરિવારની વિગતો ઓનલાઈન જમા કરી શકશો. ગુજરાત રાજ્યમાં આ પ્રક્રિયા આવતીકાલ એટલે કે 17 મે, 2026 થી શરૂ થવા જઈ રહી છે અને તમે 31 મે, 2026 સુધી તમારી વિગતો નોંધાવી શકશો.
Was this story interesting?





