ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે હકીકત બનતાં રહી ગઈ
By BBC Gujarati

Photo: BBC Gujarati
ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ભારતના ઘણા વર્ગો, ખાસ કરીને ખેડૂતો, શીખો અને મુસલમાનોએ ઈરાન તરફ ઘણી સહાનુભૂતિ દર્શાવી હતી. ભારતીય લોકોનો ઈરાની સંસ્કૃતિ અને સાહિત્ય સાથે સહિયારો સંબંધ રહ્યો છે, જ્યારે ઈરાન ઘણા ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ અને ગદરીઓ (ગદર લહેરમાં સામેલ લોકો)નું પણ ઠેકાણું હતું. ઈરાન પહોંચનાર ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનાં શરૂઆતનાં નામોમાં ભગતસિંહના કાકા અને 'પગડી સંભાલ જટ્ટા આંદોલન'ના નેતા અજિતસિંહ અને સૂફી અંબાપ્રસાદનાં નામનો સમાવેશ થાય છે. તેમના પછી ગદરી ડૉક્ટર પીએસ ખાનખોજે અને તેમના સાથીઓનો પણ ઉલ્લેખ છે, જેઓ 'ઈરાનમાં રહીને જર્મનીની મદદથી' બ્રિટિશ સરકાર વિરુદ્ધ લડી રહ્યા હતા.
Was this story interesting?





