'લોખંડી પડદો' : વિન્સ્ટન ચર્ચિલનું એ ભાષણ જેણે 80 વર્ષ પહેલાં શીતયુદ્ધનો પાયો નાખ્યો
By BBC GujaratiJuly 26, 2026

Photo: BBC Gujarati
AI Key Highlights
- 1946માં, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયાના એક વર્ષ કરતાંયે ઓછા સમયમાં બ્રિટનના યુદ્ધકાલીન નેતાએ પશ્ચિમના દેશોને સોવિયેત સંઘ તરફથી રહેલા જોખમ વિશે એક તાકીદની ચેતવણી આપી હતી.
- "બાલ્ટિકના સ્ટેટિનથી લઈને એડ્રિયાટિકમાં ટ્રિએસ્ટે સુધી, સમગ્ર ખંડમાં એક લોખંડી પડદો આવી ગયો છે." એક જ વાક્યમાં વિન્સ્ટન ચર્ચિલે જીવન જીવવાના બે વિરોધી માર્ગો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી દીધીઃ એક તરફ મૂડીવાદી પશ્ચિમ અને બીજી તરફ સામ્યવાદી પૂર્વ.
- પાંચમી માર્ચ, 1946ના રોજ ચર્ચિલે વક્તવ્ય આપ્યું હતું અને અમેરિકાને તેની સરહદોથી બહાર નીકળીને જોવાનો અને ફરીથી એકલતાવાદ તરફ પરત ન ફરવાનો અનુરોધ કર્યો હતો.
- સાથે જ ચર્ચિલે યુરોપ વચ્ચે એક કાલ્પનિક વિભાજન રેખા દોરી હતી, જે જર્મનીની ઉત્તર પશ્ચિમી પોલૅન્ડ સાથેની સરહદથી લઈને યુગોસ્લાવિયા (હવે સ્લોવેનિયા)ના અમુક ભાગ સાથેની ઇટાલીની સરહદ તરફ હતી.
- તેમના વક્તવ્યએ યુદ્ધ પછીના ઉત્સાહ અને ભવિષ્યમાં આવનારાં નવાં જોખમોની આશંકા વચ્ચે ઝોલાં ખાઈ રહેલી ક્ષણને બરાબર પારખી લીધી હતી.
1946માં, દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થયાના એક વર્ષ કરતાંયે ઓછા સમયમાં બ્રિટનના યુદ્ધકાલીન નેતાએ પશ્ચિમના દેશોને સોવિયેત સંઘ તરફથી રહેલા જોખમ વિશે એક તાકીદની ચેતવણી આપી હતી. "બાલ્ટિકના સ્ટેટિનથી લઈને એડ્રિયાટિકમાં ટ્રિએસ્ટે સુધી, સમગ્ર ખંડમાં એક લોખંડી પડદો આવી ગયો છે. " એક જ વાક્યમાં વિન્સ્ટન ચર્ચિલે જીવન જીવવાના બે વિરોધી માર્ગો વચ્ચેની ભેદરેખા સ્પષ્ટ કરી દીધીઃ એક તરફ મૂડીવાદી પશ્ચિમ અને બીજી તરફ સામ્યવાદી પૂર્વ. પાંચમી માર્ચ, 1946ના રોજ ચર્ચિલે વક્તવ્ય આપ્યું હતું અને અમેરિકાને તેની સરહદોથી બહાર નીકળીને જોવાનો અને ફરીથી એકલતાવાદ તરફ પરત ન ફરવાનો અનુરોધ કર્યો હતો.
Was this story interesting?





