અદાણી અમેરિકામાં તેની સામેનો 'છેતરપિંડી'નો કેસ બંધ કરવા કેટલા કરોડ રૂપિયા આપશે?

By BBC GujaratiMay 15, 2026 at 12:00 AM1 views
અદાણી અમેરિકામાં તેની સામેનો 'છેતરપિંડી'નો કેસ બંધ કરવા કેટલા કરોડ રૂપિયા આપશે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી તેમના પર અમેરિકાના સિક્યૉરિટીઝ અને ઍક્સચેન્જ કમિશન દ્વારા દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસમાં સમાધાન માટે 18 મિલિયન ડૉલરની પૅનલ્ટી ચૂકવવા તૈયાર થઈ ગયા છે
  • 2024માં રેગ્યુલેટરે અદાણી પર ભારતીય અધિકારીઓને રિન્યૂએબલ ઍનર્જી પ્રોજેક્ટ્સ માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો
  • તેમના પર અમેરિકાના રોકાણકારોને લાંચ-રૂશ્વત વિરોધી પદ્ધતિઓ વિશે ગુમરાહ કરવાનો તથા બૉન્ડ ઑફરિંગ વડે ધન એકઠું કરવાનો આરોપ પણ હતો
  • આ પ્રસ્તાવિત ઑફરને હજુ કોર્ટની મંજૂરી મળવાની બાકી છે પરંતુ આ સમાચાર આવ્યા પછી માર્કેટમાં પૉઝિટિવિટી જોવા મળી છે તથા અદાણી ગ્રૂપના શૅરોમાં આજે ઉછાળો પણ જોવા મળ્યો હતો
  • અહીં ઉલ્લેખનીય છે કે અદાણી સમૂહ ભારતના વેપારક્ષેત્રમાં ઍરપૉર્ટ્સ તથા ઍનર્જી સેક્ટરની સૌથી મોટી કંપનીઓ પૈકી એક છે

ઉદ્યોગપતિ ગૌતમ અદાણી અને સાગર અદાણી તેમના પર અમેરિકાના સિક્યૉરિટીઝ અને ઍક્સચેન્જ કમિશન દ્વારા દાખલ કરવામાં આવેલા છેતરપિંડીના કેસમાં સમાધાન માટે 18 મિલિયન ડૉલરની પૅનલ્ટી ચૂકવવા તૈયાર થઈ ગયા છે. 2024માં રેગ્યુલેટરે અદાણી પર ભારતીય અધિકારીઓને રિન્યૂએબલ ઍનર્જી પ્રોજેક્ટ્સ માટે લાંચ આપવાનો આરોપ લગાવ્યો હતો. તેમના પર અમેરિકાના રોકાણકારોને લાંચ-રૂશ્વત વિરોધી પદ્ધતિઓ વિશે ગુમરાહ કરવાનો તથા બૉન્ડ ઑફરિંગ વડે ધન એકઠું કરવાનો આરોપ પણ હતો. આ પ્રસ્તાવિત ઑફરને હજુ કોર્ટની મંજૂરી મળવાની બાકી છે પરંતુ આ સમાચાર આવ્યા પછી માર્કેટમાં પૉઝિટિવિટી જોવા મળી છે તથા અદાણી ગ્રૂપના શૅરોમાં આજે ઉછાળો પણ જોવા મળ્યો હતો.

More To Read