ઈરાન સાથેના યુદ્ધવિરામ માટે અમેરિકાને કેટલી મોટી કિંમત ચૂકવવી પડી?
By BBC GujaratiApril 8, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- અમેરિકાના વૉશિંગ્ટનના સમયાનુસર, મંગળવારે સાંજે 6:32 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે, અમેરિકા અને ઈરાન એક નક્કર શાંતિકરારની ખૂબ નજીક આવી ગયા છે.
- તેમણે એમ પણ કહ્યું કે, તેઓ વાટાઘાટ આગળ વધારવા માટે બે અઠવાડિયાં સુધીના યુદ્ધવિરામ માટે સંમત થયા છે.
- આ સહમતિ ત્યારે થઈ જ્યારે, ટ્રમ્પની રાત્રે આઠ વાગ્યાની (ભારતીય સમય મુજબ, બુધવાર સવારે 5:30 વાગ્યે) સમયમર્યાદા ખૂબ નજીક હતી.
- ટ્રમ્પના મતે, જો આ સમયમર્યાદા સુધીમાં કરાર ન થાત, તો અમેરિકા ઈરાનના ઊર્જા અને પરિવહન માળખા પર મોટો હુમલો કરવા જઈ રહ્યું હતું.
- આ બધું ઈરાન દ્વારા દુશ્મનાવટ બંધ કરવા અને હોર્મુઝ સ્ટ્રેટને વાણિજ્યિક જહાજો માટે સંપૂર્ણપણે ખોલવાને આધીન છે, જે ઈરાને કહ્યું છે કે તે કરશે.
અમેરિકાના વૉશિંગ્ટનના સમયાનુસર, મંગળવારે સાંજે 6:32 વાગ્યે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ પર લખ્યું કે, અમેરિકા અને ઈરાન એક નક્કર શાંતિકરારની ખૂબ નજીક આવી ગયા છે. તેમણે એમ પણ કહ્યું કે, તેઓ વાટાઘાટ આગળ વધારવા માટે બે અઠવાડિયાં સુધીના યુદ્ધવિરામ માટે સંમત થયા છે. આ સહમતિ ત્યારે થઈ જ્યારે, ટ્રમ્પની રાત્રે આઠ વાગ્યાની (ભારતીય સમય મુજબ, બુધવાર સવારે 5:30 વાગ્યે) સમયમર્યાદા ખૂબ નજીક હતી. ટ્રમ્પના મતે, જો આ સમયમર્યાદા સુધીમાં કરાર ન થાત, તો અમેરિકા ઈરાનના ઊર્જા અને પરિવહન માળખા પર મોટો હુમલો કરવા જઈ રહ્યું હતું.
Was this story interesting?





