ઈરાન-અમેરિકા યુદ્ધવિરામ વચ્ચે ઈઝરાયલનો મોટો દાવો, 'અમે મારી નાખ્યો હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમનો ભત્રીજો'
By AbpApril 9, 2026 at 1:38 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Israel Iran War:અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર) પર સહમતી બની હોવા છતાં મિડલ ઈસ્ટમાં તણાવ યથાવત છે.
- આ દરમિયાન ઈઝરાયેલે હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ હારશીને મારી નાખવાનો મોટો દાવો કર્યો છે.
- જોકે, હિઝબુલ્લાહ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
- ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, "IDF એ બેરૂત વિસ્તારમાં હુમલો કર્યો અને હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી અને ભત્રીજા અલી યુસુફ હારશીને ઠાર માર્યો છે." રોયટર્સના અહેવાલ મુજબ, ઈઝરાયેલે ગુરુવારે (9 એપ્રિલ) જાહેરાત કરી છે કે તેણે લેબનાનની રાજધાની બેરૂતમાં રાત્રે કરેલા હુમલામાં ઈરાન સમર્થિત લેબનાની જૂથ હિઝબુલ્લાહના ચીફના ભત્રીજાને મારી નાખ્યો છે.
- જો હિઝબુલ્લાહ અલી યુસુફ હારશીના મોતના સમાચારની પુષ્ટિ કરે છે, તો આ સશસ્ત્ર જૂથ અને તેહરાન માટે મોટો ફટકો હશે, કારણ કે હિઝબુલ્લાહ મધ્ય પૂર્વમાં ઈરાનના મુખ્ય સાથીઓમાંથી એક છે.
US Israel Iran War:અમેરિકા અને ઈરાન વચ્ચે 14 દિવસના યુદ્ધવિરામ (સીઝફાયર) પર સહમતી બની હોવા છતાં મિડલ ઈસ્ટમાં તણાવ યથાવત છે. આ દરમિયાન ઈઝરાયેલે હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના ભત્રીજા અલી યુસુફ હારશીને મારી નાખવાનો મોટો દાવો કર્યો છે. જોકે, હિઝબુલ્લાહ દ્વારા હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી. ઈઝરાયેલી સેનાએ જણાવ્યું કે, "IDF એ બેરૂત વિસ્તારમાં હુમલો કર્યો અને હિઝબુલ્લાહ ચીફ નઈમ કાસિમના પર્સનલ સેક્રેટરી અને ભત્રીજા અલી યુસુફ હારશીને ઠાર માર્યો છે.
Was this story interesting?





