કૅનેડાએ એવા કયા નિયમોમાં ફેરફાર કર્યો જે ત્યાં વસવાટ કરવા માટે જતા લોકોને અસર કરશે

By BBC GujaratiMay 24, 2026 at 12:00 AM4 views
કૅનેડાએ એવા કયા નિયમોમાં ફેરફાર કર્યો જે ત્યાં વસવાટ કરવા માટે જતા લોકોને અસર કરશે

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેનેડા સરકારે ઇમિગ્રેશન પ્રક્રિયામાં પારદર્શિતા વધારવા અને અરજીકર્તાઓને છેતરપિંડીથી બચાવવા માટે કેનેડિયન સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ પર દેખરેખને વધુ કડક બનાવતા નવા નિયમોની જાહેરાત કરી છે.
  • આ નિયમો 15 જુલાઈ, 2026 થી અમલમાં આવશે.
  • આ પગલાંનો મુખ્ય ઉદ્દેશ્ય અરજીકર્તાઓને ખોટી માહિતી અને દુરુપયોગથી રક્ષણ પૂરું પાડવાનો છે.
  • આ નવા નિયમો કોલેજ ઓફ ઇમિગ્રેશન એન્ડ સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ (CICC) ની ભૂમિકાને મજબૂત કરશે, જે ઇમિગ્રેશન, સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ અને આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થી કન્સલ્ટન્ટ્સને લાઇસન્સ આપવા અને તેમની દેખરેખ રાખવા માટેની સત્તાવાર નિયમનકારી સંસ્થા છે.
  • ઇમિગ્રેશન, રેફ્યુજીઝ એન્ડ સિટીઝનશિપ મંત્રી લીના મેટલેજ ડિયાબે ભારપૂર્વક જણાવ્યું હતું કે કેનેડામાં ભવિષ્ય બનાવવા માંગતા લોકોને પ્રામાણિક અને વિશ્વાસપાત્ર સલાહ મળવી જોઈએ.

કૅનેડાની સરકારે ઇમિગ્રેશનની પ્રક્રિયામાં વધુ પારદર્શિતા લાવવાના આશય સાથે કૅનેડિયન સિટીઝનશિપ કન્સલ્ટન્ટ્સ પરની દેખરેખ વધુ ચુસ્ત બનાવવા માટે નવા નિયમોની જાહેરાત કરી છે. નવા નિયમો 15મી જુલાઈ, 2026થી અમલમાં આવશે. કૅનેડાની સરકારના જણાવ્યા પ્રમાણે, આ પગલું છેતરપિંડી અને ગેરમાહિતી સામે અરજીકર્તાઓને રક્ષણ પૂરું પાડવા માટે અને પારદર્શિતા વધારવા માટે ભરવામાં આવી રહ્યું છે. હવે, આ નવા નિયમો કયા હશે, આ નિયમો તમને કેવી રીતે મદદ કરી શકે છે અને ભારતના અરજીકર્તાઓ વિશે કૅનેડાની સરકાર શું વિચારી રહી છે, તેની જાણકારી આપણે આ અહેવાલમાં મેળવીશું.

More To Read