ચીન : હિંસામાં લાખો અને ભયંકર દુકાળમાં 4 કરોડનાં મોત, એ માણસની કહાણી જેણે આખો દેશ બદલી નાખ્યો

By BBC GujaratiMay 24, 2026 at 12:00 AM5 views
ચીન : હિંસામાં લાખો અને ભયંકર દુકાળમાં 4 કરોડનાં મોત, એ માણસની કહાણી જેણે આખો દેશ બદલી નાખ્યો

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ચીનના ઇતિહાસમાં માઓત્સે તુંગનું શાસન એક પરિવર્તનકારી અને ઘણીવાર વિનાશકારી સમયગાળો હતો.
  • 1949માં પીપલ્સ રિપબ્લિક ઑફ ચાઇનાની સ્થાપના કરીને સત્તા પર આવેલા માઓએ સદીઓથી ચાલી આવતી આર્થિક પછાતતા અને અસમાનતાનો સામનો કર્યો.
  • 1958માં તેમણે 'ગ્રેટ લીપ ફૉરવર્ડ' અભિયાન શરૂ કર્યું, જેનો ઉદ્દેશ્ય કૃષિ આધારિત અર્થતંત્રને ઝડપથી ઔદ્યોગિકીકરણ તરફ લઈ જવાનો હતો.
  • જોકે, આ નીતિઓ અને કુદરતી આફતોના સંયોજનથી ભયંકર દુકાળ પડ્યો, જેમાં અંદાજે 2 થી 4 કરોડ લોકોના મોત થયા.
  • પોતાની ભૂલો માટે જવાબદારી ટાળવાના ભયથી અને સત્તા પરના પોતાના નિયંત્રણને મજબૂત કરવા માટે, માઓએ 1966માં 'સાંસ્કૃતિક ક્રાંતિ'ની શરૂઆત કરી.

છ દાયકા પહેલાં શરૂ થયેલી સાંસ્કૃતિક ક્રાંતિનો સમય ચીનના ઇતિહાસના સૌથી અંધકારમય ગાળા પૈકીનો એક હતો. 1966માં સામ્યવાદી નેતા માઓત્સે તુંગે સરકાર, શિક્ષણ અને કળામાંથી પ્રતિ-ક્રાંતિકારી ગણાતાં તત્ત્વો, મૂડીવાદી પ્રભાવો અને પૂંજીપતિ વિચારસરણી હટાવવા માટે દેશવ્યાપી અભિયાનની હાકલ કરી. માઓ ભૂતકાળ ઉપર, "જૂના વિચારો" અને "જૂના રીત-રિવાજો" પર યુદ્ધની ઘોષણા કરી રહ્યા હતા. અને આ લડાઈ મુખ્યત્વે પોલીસ કે સુરક્ષા એજન્સીઓ દ્વારા નહીં, બલ્કે સામાન્ય નાગરિકો દ્વારા, ખાસ કરીને યુવાનો દ્વારા તેમના પોતાના જ સાથી નાગરિકો સામે લડાવાની હતી.

More To Read