ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?

By AbpApril 11, 2026 at 3:58 PM1 views
ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ?

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • US Iran Ceasefire Islamabad:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા 6 અઠવાડિયાના ભીષણ યુદ્ધનો અંત લાવવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ થઈ છે
  • આ મંત્રણાના શ્રીગણેશ થાય તે પહેલાં જ એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે કે, અમેરિકાએ ઈરાનની એક બહુ મોટી શરત સ્વીકારી લીધી છે
  • રિપોર્ટ્સ અનુસાર, કતાર અને અન્ય આંતરરાષ્ટ્રીય બેંકોમાં જપ્ત કરાયેલી (ફ્રીઝ થયેલી) ઈરાનની સંપત્તિઓને મુક્ત કરવા માટે અમેરિકા રાજી થઈ ગયું છે
  • જો આ ડીલ સફળ થશે અને ઈરાન પરના આકરા પ્રતિબંધો હળવા થશે, તો દુનિયાભરના વેપાર અને ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ફરીથી ખોલવાનો રસ્તો પણ સાફ થઈ જશે
  • સંપત્તિ મુક્ત થવાની આશા અને હોર્મુઝ સ્ટ્રેટનો મુદ્દો રોઇટર્સના અહેવાલ મુજબ, 11 એપ્રિલના રોજ સામે આવેલા આ ઘટનાક્રમનું ઈરાનના સૂત્રોએ ઉમળકાભેર સ્વાગત કર્યું છે

US Iran Ceasefire Islamabad:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા 6 અઠવાડિયાના ભીષણ યુદ્ધનો અંત લાવવા માટે પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદમાં ઐતિહાસિક શાંતિ મંત્રણા શરૂ થઈ છે. આ મંત્રણાના શ્રીગણેશ થાય તે પહેલાં જ એક મોટા અને રાહતના સમાચાર સામે આવ્યા છે કે, અમેરિકાએ ઈરાનની એક બહુ મોટી શરત સ્વીકારી લીધી છે. રિપોર્ટ્સ અનુસાર, કતાર અને અન્ય આંતરરાષ્ટ્રીય બેંકોમાં જપ્ત કરાયેલી (ફ્રીઝ થયેલી) ઈરાનની સંપત્તિઓને મુક્ત કરવા માટે અમેરિકા રાજી થઈ ગયું છે. જો આ ડીલ સફળ થશે અને ઈરાન પરના આકરા પ્રતિબંધો હળવા થશે, તો દુનિયાભરના વેપાર અને ઓઇલ સપ્લાય માટે અત્યંત મહત્વના ગણાતા 'હોર્મુઝ સ્ટ્રેટ' (Strait of Hormuz) ને ફરીથી ખોલવાનો રસ્તો પણ સાફ થઈ જશે.

More To Read

ડોનાલ્ડ ટ્રમ્પે નમતું મૂક્યું? અમેરિકાએ ઈરાનની મોટી શરત માની, શું હવે ખુલશે હોર્મુઝ સ્ટ્રેટ? | Teri Meri Bat | TeriMeriBat News