શાંતિ મંત્રણા નિષ્ફળ જતા ડોનાલ્ડ ટ્રમ્પનો પારો છટક્યો: ઈરાનને ધમકી આપતા કહ્યું - ‘પરમાણુ બોમ્બ...’
By AbpApril 12, 2026 at 8:37 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે
- શનિવારે (11 એપ્રિલ, 2026) લગભગ 21 કલાક સુધી ચાલેલી આ ઉગ્ર બેઠકનું કોઈ જ સકારાત્મક પરિણામ ન આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે
- ટ્રમ્પે વાટાઘાટો ભાંગી પડ્યા બાદ ઈરાનને ખુલ્લી ચેતવણી (અલ્ટીમેટમ) આપતા સ્પષ્ટ કહી દીધું છે કે ગમે તે થાય, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર કે બોમ્બ તો નહીં જ બનાવવા દેવામાં આવે
- ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો રવિવારે (12 એપ્રિલ, 2026) અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક લાંબી પોસ્ટ મૂકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો
- તેમણે લખ્યું કે, "ઈરાન સાથેની આ બેઠક વહેલી સવારે શરૂ થઈ હતી અને આખી રાત એમ લગભગ 20 કલાકથી વધુ સમય સુધી ચાલી
મધ્ય પૂર્વમાં ઇઝરાયલ, અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને રોકવા માટે પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં યોજાયેલી શાંતિ મંત્રણા સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે. શનિવારે (11 એપ્રિલ, 2026) લગભગ 21 કલાક સુધી ચાલેલી આ ઉગ્ર બેઠકનું કોઈ જ સકારાત્મક પરિણામ ન આવતા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો છે. ટ્રમ્પે વાટાઘાટો ભાંગી પડ્યા બાદ ઈરાનને ખુલ્લી ચેતવણી (અલ્ટીમેટમ) આપતા સ્પષ્ટ કહી દીધું છે કે ગમે તે થાય, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર કે બોમ્બ તો નહીં જ બનાવવા દેવામાં આવે. ટ્રમ્પે સોશિયલ મીડિયા પર કાઢ્યો બળાપો રવિવારે (12 એપ્રિલ, 2026) અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' (Truth Social) પર એક લાંબી પોસ્ટ મૂકીને પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો હતો.
Was this story interesting?





