દુનિયાના ધર્મોનું સમીકરણ બદલાશે? નવા અભ્યાસમાં ભારતથી અમેરિકા સુધીના આંકડા સામે આવ્યા
By Teri meri bat Team0 views
Photo: Teri meri bat Team
AI મુખ્ય હાઇલાઇટ્સ
- વિશ્વના અનેક દેશોમાં આગામી પાંચ દાયકામાં ધાર્મિક વસ્તીનું ચિત્ર બદલાઈ શકે છે અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા 18 નવેમ્બર, 2026 ના રોજ જાહેર કરાયેલા નવા અભ્યાસમાં વર્ષ 2020 થી 2070 દરમિયાન વિશ્વના મુખ્ય ધર્મોની વસ્તીમાં થનારા સંભવિત ફેરફારો અંગે મહત્વપૂર્ણ અનુમાનો રજૂ કરવામાં આવ્યાં છે આ અભ્યાસ મુજબ ભારતમાં હિન્દુઓની કુલ સંખ્યા વધશે, પરંતુ દેશની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો ઘટી શકે છે
વિશ્વના અનેક દેશોમાં આગામી પાંચ દાયકામાં ધાર્મિક વસ્તીનું ચિત્ર બદલાઈ શકે છે. અમેરિકાના પ્યુ રિસર્ચ સેન્ટર દ્વારા 18 નવેમ્બર, 2026 ના રોજ જાહેર કરાયેલા નવા અભ્યાસમાં વર્ષ 2020 થી 2070 દરમિયાન વિશ્વના મુખ્ય ધર્મોની વસ્તીમાં થનારા સંભવિત ફેરફારો અંગે મહત્વપૂર્ણ અનુમાનો રજૂ કરવામાં આવ્યાં છે. આ અભ્યાસ મુજબ ભારતમાં હિન્દુઓની કુલ સંખ્યા વધશે, પરંતુ દેશની કુલ વસ્તીમાં તેમનો હિસ્સો ઘટી શકે છે. બીજી તરફ પાકિસ્તાનમાં હિન્દુઓની સંખ્યા બમણી થવાની અને અમેરિકામાં ખ્રિસ્તીઓની બહુમતી સમાપ્ત થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
અભ્યાસ અનુસાર વર્ષ 2020 માં ભારતમાં હિન્દુઓની સંખ્યા આશરે 111 કરોડ હતી. વર્ષ 2070 સુધીમાં આ સંખ્યા વધીને આશરે 128 કરોડ થવાની ધારણા છે. એટલે કે આગામી પચાસ વર્ષમાં ભારતમાં હિન્દુઓની સંખ્યામાં લગભગ 17.6 કરોડનો વધારો થઈ શકે છે.
જોકે, દેશની કુલ વસ્તીની સરખામણીમાં હિન્દુઓનો હિસ્સો ઘટવાની સંભાવના છે. આનું મુખ્ય કારણ વિવિધ ધાર્મિક સમુદાયોની વસ્તી વધવાની ગતિમાં રહેલો તફાવત છે. અભ્યાસ મુજબ મુસ્લિમ સમુદાયની વસ્તી હિન્દુઓની સરખામણીએ ઝડપથી વધી શકે છે. તેમ છતાં વર્ષ 2070 માં પણ ભારતમાં હિન્દુઓ કુલ વસ્તીના ત્રણ ચતુર્થાંશ કરતાં વધુ રહેશે તેવી ધારણા છે.
પાકિસ્તાનને લઈને પણ અભ્યાસમાં રસપ્રદ અનુમાન રજૂ કરવામાં આવ્યું છે. વર્ષ ૨૦૨૦માં ત્યાં હિન્દુઓની સંખ્યા આશરે ૫૦ લાખ હતી. વર્ષ ૨૦૭૦ સુધીમાં આ સંખ્યા વધીને લગભગ 1 કરોડ થવાની સંભાવના છે. એટલે કે પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી બમણી થઈ શકે છે.
પાકિસ્તાનની કુલ વસ્તીમાં હિન્દુઓનો હિસ્સો પ્રમાણમાં નાનો જ રહેવાની ધારણા છે. આ ઉપરાંત ભારત પછી પાકિસ્તાન વિશ્વમાં સૌથી વધુ હિન્દુ વસ્તી ધરાવતા દેશોમાં પોતાનું સ્થાન જાળવી શકે છે.અમેરિકાને લઈને પણ અભ્યાસમાં મોટો ફેરફાર દર્શાવવામાં આવ્યો છે. વર્ષ 2020 માં અમેરિકામાં ખ્રિસ્તીઓ દેશની બહુમતી વસ્તી ધરાવતા હતા. પરંતુ વર્તમાન વસ્તીગત વલણો ચાલુ રહે તો વર્ષ 2070 સુધીમાં ખ્રિસ્તીઓની સંખ્યા કુલ વસ્તીના અડધાથી નીચે જઈ શકે છે.
તે જ સમયે કોઈ ધર્મ સાથે પોતાની ઓળખ ન જોડતા લોકોની સંખ્યા વધીને આશરે 41% થવાની ધારણા છે. જોકે, ખ્રિસ્તીઓ અમેરિકામાં સૌથી મોટો ધાર્મિક સમુદાય બની રહેશે, પરંતુ તેમની બહુમતી નહીં રહે. અભ્યાસનું બીજું મહત્વનું તારણ એ છે કે વર્ષ 2035 સુધીમાં વિશ્વમાં મુસ્લિમોની સંખ્યા ખ્રિસ્તીઓ કરતાં વધી શકે છે. વર્ષ 2070 સુધીમાં વિશ્વની કુલ વસ્તીમાં મુસ્લિમોનો હિસ્સો આશરે36% અને ખ્રિસ્તીઓનો હિસ્સો આશરે 29% રહેવાની ધારણા છે.
Was this story interesting?






