ફ્રાન્સ : ઘેટાં-બકરાં પર યૌન હુમલો કરવાના આરોપમાં અફઘાન નાગરિકને 30 મહિનાની જેલની સજા, કેવી રીતે ઝડપાયો?
By BBC GujaratiJune 28, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ફ્રાન્સની એક અદાલતે 19 વર્ષના એક અફઘાન નાગરિકને ઘેટાં અને બકરાંના જાતીય શોષણના ગંભીર આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે.
- ઍક્સ-એ-પ્રોવેન્સ શહેરની અદાલતે સજા પૂરી થયા બાદ તેને દેશમાંથી હાંકી કાઢવાનો પણ આદેશ આપ્યો છે, અને તેનું નામ જાતીય તથા હિંસક અપરાધીઓની રાષ્ટ્રીય યાદીમાં ઉમેરવામાં આવશે.
- આ ઘટનાઓ માર્સે નજીકના એક પશુ આશ્રયસ્થાનમાં આ વર્ષે ફેબ્રુઆરી અને એપ્રિલ મહિના વચ્ચે બની હતી.
- પશુ આશ્રયસ્થાનના કર્મચારીઓએ પશુઓના પગ બાંધેલા અને શરીર પર અસામાન્ય ઈજાઓ જોયા બાદ શંકા જતાં તપાસ શરૂ કરી હતી, જેની પશુચિકિત્સકે જાતીય સતામણી તરીકે પુષ્ટિ કરી હતી.
- આરોપીને ઓળખવા માટે આશ્રયસ્થાનમાં સર્વેલન્સ કેમેરા લગાવવામાં આવ્યા હતા, જેમાં તે પશુઓ સાથે વાંધાજનક સ્થિતિમાં સ્પષ્ટપણે જોવા મળ્યો હતો.
ફ્રાન્સની એક અદાલતે 19 વર્ષના એક અફઘાન યુવાનને ઘેટાં અને બકરીના જાતીય શોષણના આરોપમાં 30 મહિનાની જેલની સજા ફટકારી છે. બીબીસી પશ્તો અનુસાર ફ્રાન્સના મીડિયામાં કહેવાઈ રહ્યું છે કે ગયા સોમવારે ફ્રાન્સના ઍક્સ-એ-પ્રોવેન્સ શહેરની અદાલતે જેલની સજા પૂરી થયા બાદ યુવાનને દેશનિકાલનો આદેશ આપ્યો છે. બીબીસી પશ્તોએ ફ્રાન્સના મીડિયા રિપોર્ટ્સને ટાંકતા જણાવ્યું છે કે આ ઘટના ફ્રાન્સાના માર્સે શહેર નજીક પશુઓ માટે બનેલા શેલ્ટરમાં બની હતી. આ ઉપરાંત કોર્ટે અધિકારીઓને જાતીય સતામણી માટે દોષિત ઠરેલા યુવાનનું નામ જાતીય અને હિંસક અપરાધના દોષિતોની યાદીમાં ઉમેરવાનો આદેશ આપ્યો છે.
Was this story interesting?





