ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે હકીકત બનતાં રહી ગઈ

By BBC GujaratiMay 14, 2026 at 12:00 AM2 views
ઈરાનના રસ્તે ભારતની અંગ્રેજ હકૂમતને ઉખાડી ફેંકવાની ગદર પાર્ટીની એ યોજના જે હકીકત બનતાં રહી ગઈ

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ગદર પાર્ટીએ ઈરાન અને બલૂચિસ્તાન થઈને ભારતમાં બ્રિટિશ શાસન સામે સશસ્ત્ર ક્રાંતિ કરવાની મહત્વાકાંક્ષી યોજના બનાવી હતી.",
  • ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ અજિતસિંહ અને સૂફી અંબાપ્રસાદ જેવા ક્રાંતિકારીઓએ ઈરાનને બ્રિટિશરો સામેના સંઘર્ષનું કેન્દ્ર બનાવ્યું.",
  • પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન, ગદરીઓએ જર્મનીની મદદથી બ્રિટિશ સેનાના ભારતીય સૈનિકોમાં વિદ્રોહ ફેલા

ઈરાન-અમેરિકા યુદ્ધ દરમિયાન ભારતના ઘણા વર્ગો, ખાસ કરીને ખેડૂતો, શીખો અને મુસલમાનોએ ઈરાન તરફ ઘણી સહાનુભૂતિ દર્શાવી હતી. ભારતીય લોકોનો ઈરાની સંસ્કૃતિ અને સાહિત્ય સાથે સહિયારો સંબંધ રહ્યો છે, જ્યારે ઈરાન ઘણા ભારતીય સ્વતંત્રતા સેનાનીઓ અને ગદરીઓ (ગદર લહેરમાં સામેલ લોકો)નું પણ ઠેકાણું હતું. ઈરાન પહોંચનાર ભારતીય સ્વતંત્રતા સેનાનીઓનાં શરૂઆતનાં નામોમાં ભગતસિંહના કાકા અને 'પગડી સંભાલ જટ્ટા આંદોલન'ના નેતા અજિતસિંહ અને સૂફી અંબાપ્રસાદનાં નામનો સમાવેશ થાય છે. તેમના પછી ગદરી ડૉક્ટર પીએસ ખાનખોજે અને તેમના સાથીઓનો પણ ઉલ્લેખ છે, જેઓ 'ઈરાનમાં રહીને જર્મનીની મદદથી' બ્રિટિશ સરકાર વિરુદ્ધ લડી રહ્યા હતા.

More To Read