હોર્મુઝ : ઈરાન માટે આ સાંકડો જળમાર્ગ કેવી રીતે સૌથી શક્તિશાળી હથિયાર બન્યો?
By BBC GujaratiApril 10, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે 40 દિવસના યુદ્ધ પછી એક ચોંકાવનારો નિષ્કર્ષ બહાર આવ્યો છે
- ઈરાનની સૌથી મજબૂત તાકાત તેની પરમાણુ ક્ષમતાઓમાં નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની ક્ષમતામાં રહેલી છે
- શરૂઆતથી જ આ યુદ્ધને ઈરાનમાં શાસન બદલવાના પ્રયાસ તરીકે જોવાતું હતું અને આ માટે મહત્ત્વપૂર્ણ સ્થળો અને નેતાઓને નિશાન બનાવીને ભારે બૉમ્બમારો કરાયો હતો
- ઈરાને અમેરિકાના ખાડી સાથી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને જવાબ આપ્યો હતો, પરંતુ જેમ જેમ સંઘર્ષ વધતો ગયો તેમ તેણે પોતાનું ધ્યાન ફારસની ખાડીને વૈશ્વિક બજારો સાથે જોડતા સાંકડા દરિયાઈ માર્ગ પર કેન્દ્રિત કર્યું
- આ પગલાથી અમેરિકા અને તેના સાથી દેશો પર એક દબાણ સર્જાયું, જે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી ઑઇલ અને ગૅસના અવિરત પુરવઠા પર નિર્ભર છે
ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે 40 દિવસના યુદ્ધ પછી એક ચોંકાવનારો નિષ્કર્ષ બહાર આવ્યો છે. ઈરાનની સૌથી મજબૂત તાકાત તેની પરમાણુ ક્ષમતાઓમાં નહીં, પરંતુ વ્યૂહાત્મક રીતે મહત્ત્વપૂર્ણ હોર્મુઝની સામુદ્રધુનીને બંધ કરવાની ક્ષમતામાં રહેલી છે. શરૂઆતથી જ આ યુદ્ધને ઈરાનમાં શાસન બદલવાના પ્રયાસ તરીકે જોવાતું હતું અને આ માટે મહત્ત્વપૂર્ણ સ્થળો અને નેતાઓને નિશાન બનાવીને ભારે બૉમ્બમારો કરાયો હતો. ઈરાને અમેરિકાના ખાડી સાથી દેશો પર મિસાઇલ અને ડ્રોન હુમલા કરીને જવાબ આપ્યો હતો, પરંતુ જેમ જેમ સંઘર્ષ વધતો ગયો તેમ તેણે પોતાનું ધ્યાન ફારસની ખાડીને વૈશ્વિક બજારો સાથે જોડતા સાંકડા દરિયાઈ માર્ગ પર કેન્દ્રિત કર્યું.
Was this story interesting?





