બિન-મુસ્લિમોના પ્રવેશની મનાઈ છતાં એક અંગ્રેજ મક્કામાં કેવી રીતે ઘૂસ્યો અને પછી શું થયું?
By BBC GujaratiApril 15, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કેટલાંક જીવનચરિત્રો એટલાં લાંબાં હોય છે, કે તેમને એક જીવનકાળમાં સમાવવાનું મુશ્કેલ થઈ જાય છે
- બ્રિટિશ શોધકર્તા, જાસૂસ, રાજદ્વારી, સૈનિક, અનુવાદક અને નૃવંશશાસ્ત્રી રિચર્ડ બર્ટનનું જીવન તેમના 79 વર્ષના આયુષ્યનાં તમામ પરાક્રમો અને વિવાદોને આવરી લેવા માટે સમય અને અવકાશની મર્યાદા ઓળંગી જતું હોય, એમ લાગે છે
- વિક્ટોરિયન સંશોધનના સુવર્ણયુગના સૌથી અસાધારણ સાહસિક 26 ભાષાઓ બોલી શકતા હતા અને બોલીઓને પણ ગણવામાં આવે, તો 40 ભાષાઓના જાણકાર હતા
- તેમણે મક્કા અને કરાચીનાં પુરુષ વેશ્યાલયોમાં છૂપી રીતે પ્રવેશ કર્યો હતો, નાઇલ નદીના ઉદ્ગમસ્થાનોની શોધ કરી તેમજ રૂઢિચુસ્ત બ્રિટિશ સમાજ માટે "અરેબિયન નાઇટ્સ" અને "કામસૂત્ર"નો અનુવાદ કર્યો, જેમણે અંગ્રેજી ભાષાનાં સૌથી વધુ નકલ કરાયેલાં પ્રતિબંધિત પુસ્તકોમાં સ્થાન મેળવ્યું
- પરંતુ, બર્ટને કેવળ બ્રિટિશ સામ્રાજ્યનાં સીમાડા વિસ્તારવાના આશયથી વિશ્વનો પ્રવાસ નહોતો ખેડ્યો
કેટલાંક જીવનચરિત્રો એટલાં લાંબાં હોય છે, કે તેમને એક જીવનકાળમાં સમાવવાનું મુશ્કેલ થઈ જાય છે. બ્રિટિશ શોધકર્તા, જાસૂસ, રાજદ્વારી, સૈનિક, અનુવાદક અને નૃવંશશાસ્ત્રી રિચર્ડ બર્ટનનું જીવન તેમના 79 વર્ષના આયુષ્યનાં તમામ પરાક્રમો અને વિવાદોને આવરી લેવા માટે સમય અને અવકાશની મર્યાદા ઓળંગી જતું હોય, એમ લાગે છે. વિક્ટોરિયન સંશોધનના સુવર્ણયુગના સૌથી અસાધારણ સાહસિક 26 ભાષાઓ બોલી શકતા હતા અને બોલીઓને પણ ગણવામાં આવે, તો 40 ભાષાઓના જાણકાર હતા. તેમણે મક્કા અને કરાચીનાં પુરુષ વેશ્યાલયોમાં છૂપી રીતે પ્રવેશ કર્યો હતો, નાઇલ નદીના ઉદ્ગમસ્થાનોની શોધ કરી તેમજ રૂઢિચુસ્ત બ્રિટિશ સમાજ માટે "અરેબિયન નાઇટ્સ" અને "કામસૂત્ર"નો અનુવાદ કર્યો, જેમણે અંગ્રેજી ભાષાનાં સૌથી વધુ નકલ કરાયેલાં પ્રતિબંધિત પુસ્તકોમાં સ્થાન મેળવ્યું.
Was this story interesting?





