મોહેં-જો-દડોની રહસ્યમય 'ડાન્સિંગ ગર્લ' પાકિસ્તાનથી ભારત કઈ રીતે પહોંચી?

By BBC GujaratiJuly 1, 2026 at 12:00 AM0 views
મોહેં-જો-દડોની રહસ્યમય 'ડાન્સિંગ ગર્લ' પાકિસ્તાનથી ભારત કઈ રીતે પહોંચી?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • મોહેં-જો-દડોની 4500 વર્ષ જૂની કાંસ્ય પ્રતિમા, જેને 'ડાન્સિંગ ગર્લ' તરીકે ઓળખવામાં આવે છે, તે તાજેતરમાં રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) દ્વારા પ્રકાશિત કળાના પુસ્તક 'મધુરિમા'માં તેના નગ્ન સ્વરૂપને ડિજિટલ રીતે ઝાંખું કરવા બદલ વિવાદમાં આવી હતી.
  • કલા અને ઇતિહાસના નિષ્ણાતોની ટીકા બાદ NCERTએ મૂળ તસવીર પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરી.
  • આશરે 10 સેન્ટિમીટર ઊંચી આ મૂર્તિની ઓળખ આજે પણ રહસ્યમય છે.
  • પુરાતત્વવિદ જૉન માર્શલે તેની મુદ્રાને કારણે તેને 'ડાન્સિંગ ગર્લ' નામ આપ્યું હતું, પરંતુ ઘણા ઇતિહાસકારો તેને નર્તકી કે દેવદાસી માનવાનો ઇનકાર કરે છે, જે તેની સાચી ઓળખને એક કોયડો બનાવે છે.
  • આ મૂર્તિ હાલમાં નવી દિલ્હીના રાષ્ટ્રીય સંગ્રહાલયમાં છે.

મોહેં-જો-દડોની 'ડાન્સિંગ ગર્લ' આજકાલ સમાચારોમાં ચમકી રહી છે. કાંસામાંથી બનેલી આ નગ્ન મૂર્તિ સિંધુ ખીણ સભ્યતાના મુખ્ય પુરાવશેષોમાં એક ગણાય છે. રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (એનસીઇઆરટી)એ તાજેતરમાં જ કળાનું પુસ્તક 'મધુરિમા' પ્રકાશિત કર્યું હતું. તેમાં સાડા ચાર હજાર વર્ષ જૂની આ કાંસ્ય પ્રતિમાના નગ્ન શરીરના ધડ અને ઉપરના ભાગને ડિજિટલ શેડિંગ અને રંગોનો ઉપયોગ કરીને ઝાંખાં કરી દેવાયાં હતાં.

More To Read

મોહેં-જો-દડોની રહસ્યમય 'ડાન્સિંગ ગર્લ' પાકિસ્તાનથી ભારત કઈ રીતે પહોંચી? | Teri Meri Bat | TeriMeriBat News