એક મિસાઇલ અને ખેલ ખતમ, ઈરાન કઈ રીતે હોર્મુઝને કબજામાં રાખી શકે?
By BBC GujaratiApril 14, 2026 at 12:00 AM2 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- લાગુ પડી: અમેરિકાએ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર નાકાબંધી અમલમાં મૂકી, જેણે ઈરાન-અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં નવો વળાંક લાવ્યો છે.",
- ધમકી આપી: ઈરાને ચેતવણી આપી છે કે જો તેના બંદર પરથી જહાજોની અવરજવર અટકાવવામાં આવશે, તો ગંભીર પરિણામો આવશે.",
- ફસાયા: લગભગ 800 જહાજો હોર્મુઝની સામુદ્રધુનીમાં ફસાયા છે, કારણ કે ઈરાને મંજૂરી વગર સફર ખેડતા જહાજોને \"નિશાને લઈને નાશ\" કરવાની ચીમકી આપી છે.",
- દર્શાવે છે: નિષ્ણાતો દર્શાવે છે કે ઈરાન માત્ર એક મિસાઈલ છુપાવીને અને હુમલાની ધમકી આપીને હોર્મુઝના જળમાર્ગને બાનમાં લઈ શકે છે, જેનાથી વીમા પ્રીમિયમ અસામાન્ય રીતે વધી જશે.",
ભારતીય સમય મુજબ, સોમવારે સાંજથી સ્ટ્રેટ ઑફ હોર્મુઝ પર અમેરિકાની નાકાબંધી અમલમાં આવી ગઈ છે, જેના કારણે 40 દિવસથી કરતાં વધુ સમયથી ચાલી રહેલા ઈરાન અને અમેરિકા-ઇઝરાયલ યુદ્ધમાં નવો વળાંક આવ્યો છે. આ વિસ્તારની સુરક્ષા માટે જવાબદાર અમેરિકાની સેન્ટ્રલ કમાન્ડે નોટ બહાર પાડીને, જો કોઈ જહાજ હોર્મુઝની સામુદ્રધુનીમાંથી બહાર નીકળવાનો પ્રયાસ કરે, તો શું થશે, તેના વિશેમાહિતીઆપી છે. જેમાં જહાજને બળજબરીપૂર્વક અટકાવવું, તેનો રૂટ બદલાવવો કે તેને બાનમાં લેવું, જેવાં પગલાં પણ સામેલ છે. અમેરિકાનું કહેવું છે કે આ નાકાબંધી (બ્લૉકેડ) તમામ પ્રકારનાં જહાજો તથા ગમે તે દેશનું જહાજ હોય, તેની ઉપર લાગુ પડશે.
Was this story interesting?





