'મારું શરીર સાથ આપશે ત્યાં સુધી હું બાળકો પેદા કરીશ', આ મહિલાઓ આવું જોખમ કેમ લે છે?
By BBC GujaratiMay 13, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- કરીના છ માસનાં ગર્ભવતી છે, પણ તેમના ઉદરમાં જે બાળક વિકસી રહ્યું છે એ તેમનું પોતાનું નથી
- પૂર્વ યુક્રેનના બાખ્મુત શહેરમાં રહેતાં 22 વર્ષીય કરીના એક સરોગેટ માતા છે અને ચીનમાં રહેતા એક યુગલના અંડ તથા શુક્રાણુથી ગર્ભવતી છે
- 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણના પ્રારંભિક તબક્કામાં બાખ્મુત યુદ્ધનાં મેદાનો પૈકીનું એક બન્યું ત્યારે કરીના 17 વર્ષનાં હતાં અને તેમનું ઘર યુદ્ધમાં નાશ પામ્યું હતું
- શહેરનો મોટા ભાગનો હિસ્સો કાટમાળ અને રાખના ઢગલામાં ફેરવાઈ ગયો હતો
- તેથી કરીના અને તેમના જીવનસાથી કીએવ ગયા હતા, પરંતુ ત્યાં તેમને સ્થિર નોકરી શોધવામાં મુશ્કેલી પડી
કરીના છ માસનાં ગર્ભવતી છે, પણ તેમના ઉદરમાં જે બાળક વિકસી રહ્યું છે એ તેમનું પોતાનું નથી. પૂર્વ યુક્રેનના બાખ્મુત શહેરમાં રહેતાં 22 વર્ષીય કરીના એક સરોગેટ માતા છે અને ચીનમાં રહેતા એક યુગલના અંડ તથા શુક્રાણુથી ગર્ભવતી છે. 2022માં યુક્રેન પર રશિયાના આક્રમણના પ્રારંભિક તબક્કામાં બાખ્મુત યુદ્ધનાં મેદાનો પૈકીનું એક બન્યું ત્યારે કરીના 17 વર્ષનાં હતાં અને તેમનું ઘર યુદ્ધમાં નાશ પામ્યું હતું. શહેરનો મોટા ભાગનો હિસ્સો કાટમાળ અને રાખના ઢગલામાં ફેરવાઈ ગયો હતો.
Was this story interesting?





