હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય ઝંડાવાળાં જહાજો પર થયેલા હુમલા બાદ ભારત પાસે હવે કયા વિકલ્પો છે?
By BBC GujaratiApril 22, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટનાએ ભારત માટે જટિલ સ્થિતિ ઊભી કરી દીધી છે
- ભારતે આ ઘટનાક્રમ પછી દિલ્હીમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીને બોલાવ્યા અને ગંભીર ચિંતા વ્યક્ત કરી
- ભારતના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની રાજદૂત સાથેની બેઠક દરમિયાન સમુદ્રી સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો
- ભારતે ઈરાનને અપીલ પણ કરી છે કે ભારત આવી રહેલાં જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને અવરોધ વગરની આવનજાવનની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં આવે
- ભારતના વિદેશ મંત્રાલયે કહ્યું છે કે ભારત પોતાનાં જહાજોને સુરક્ષિત પાછાં લાવવા માટે ઈરાન અને અન્ય દેશોના સંપર્કમાં છે
હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ ભરેલી સ્થિતિ વચ્ચે બે ભારતીય જહાજો પર ગોળીબારની ઘટનાએ ભારત માટે જટિલ સ્થિતિ ઊભી કરી દીધી છે. ભારતે આ ઘટનાક્રમ પછી દિલ્હીમાં ઈરાનના રાજદૂત મોહમ્મદ ફથાલીને બોલાવ્યા અને ગંભીર ચિંતા વ્યક્ત કરી. ભારતના વિદેશ મંત્રાલયના નિવેદન અનુસાર, ભારતના વિદેશ સચિવ વિક્રમ મિસરીએ ઈરાની રાજદૂત સાથેની બેઠક દરમિયાન સમુદ્રી સુરક્ષા અને નેવિગેશનની સ્વતંત્રતાના મહત્ત્વ પર ભાર મૂક્યો. ભારતે ઈરાનને અપીલ પણ કરી છે કે ભારત આવી રહેલાં જહાજો માટે હોર્મુઝ સ્ટ્રેટમાં સુરક્ષિત અને અવરોધ વગરની આવનજાવનની સ્થિતિ પુનઃ સ્થાપિત કરવામાં આવે.
Was this story interesting?





