B1 પુલ પર અમેરિકા ઇઝરાયલના અટેક બાદ ઇરાન ભડક્યું, આ 8 મુખ્ય પુલને ઉડાવી દેવાની આપી ધમકી
By AbpApril 3, 2026 at 12:11 PM1 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- હકીકતમાં, ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, ફાર્સે, ગલ્ફ દેશો અને જોર્ડનમાં આઠ મહત્વપૂર્ણ પુલોની યાદી બહાર પાડી છે, જેને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હુમલા માટે સંભવિત લક્ષ્યો તરીકે ઓળખી કાઢ્યા છે.
- ઈરાન કયા પુલોને નિશાન બનાવી શકે છે?અનાદોલુના એક અહેવાલ મુજબ, ઈરાનની યાદીમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE)નો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ, સાઉદી અરેબિયાને બહેરીન સાથે જોડતો કિંગ ફહદ કોઝવે, તેમજ જોર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજનો સમાવેશ થાય છે.
- ઉલ્લેખનીય છે કે, આ હુમલો યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને "પાષાણ યુગ" મોકલવાની ધમકી આપ્યા બાદ થયો છે.
- ગુરુવારે થયેલા યુએસ-ઇઝરાયલી હુમલામાં મધ્ય પૂર્વના સૌથી ઊંચા પુલને આંશિક નુકસાન થયું હતું.
- 136 મીટર ઉંચો B1 પુલ નિર્માણાધીન હતો અને તેહરાનને પશ્ચિમી શહેર કારાજ સાથે જોડવાનો હતો.
હકીકતમાં, ઈરાનની રાજ્ય સમાચાર એજન્સી, ફાર્સે, ગલ્ફ દેશો અને જોર્ડનમાં આઠ મહત્વપૂર્ણ પુલોની યાદી બહાર પાડી છે, જેને ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હુમલા માટે સંભવિત લક્ષ્યો તરીકે ઓળખી કાઢ્યા છે. ઈરાન કયા પુલોને નિશાન બનાવી શકે છે? અનાદોલુના એક અહેવાલ મુજબ, ઈરાનની યાદીમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ સી બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE)નો શેખ ઝાયેદ બ્રિજ, અલ મક્તા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ, સાઉદી અરેબિયાને બહેરીન સાથે જોડતો કિંગ ફહદ કોઝવે, તેમજ જોર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દુન બ્રિજનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે, આ હુમલો યુએસ પ્રમુખ ટ્રમ્પે ઈરાનને "પાષાણ યુગ" મોકલવાની ધમકી આપ્યા બાદ થયો છે.
Was this story interesting?





