હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે ઈરાન તૈયાર; અમેરિકા સામે રાખી દીધી મોટી શરત, હવે શું કરશે ટ્રમ્પ?

Photo: Abp
- US-Iran War:ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી રીતે બીજા રાઉન્ડની વાતચીતના સંકેતો ભલે ન દેખાતા હોય, પરંતુ બેકડોરથી શાંતિ સમજૂતી માટેના પ્રયાસો ચાલુ છે
- અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તેહરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા માટે યુએસ (US) ને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે
- એક્સિયોસ (Axios) એ રવિવારે એક અમેરિકન અધિકારી અને આ મામલાની જાણકારી ધરાવતા બે સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ઈરાને પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને યુદ્ધ સમાપ્ત કરવા માટે એક નવો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં પરમાણુ વાટાઘાટોને પછીના તબક્કા માટે મોકૂફ રાખવામાં આવી છે
- એક્સિયોસના રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા અમેરિકાને મોકલવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા, પરમાણુ વાટાઘાટો અંગે નવી શરત અને સીઝફાયરથી લઈને નાકાબંધી હટાવવા જેવી બાબતો મુખ્યત્વે સામેલ છે
- રિપોર્ટ અનુસાર, ઈરાન હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા માટે તૈયાર છે
US-Iran War:ઈરાન અને અમેરિકા વચ્ચે સીધી રીતે બીજા રાઉન્ડની વાતચીતના સંકેતો ભલે ન દેખાતા હોય, પરંતુ બેકડોરથી શાંતિ સમજૂતી માટેના પ્રયાસો ચાલુ છે. અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા તણાવ વચ્ચે, તેહરાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને યુદ્ધ ખતમ કરવા માટે યુએસ (US) ને એક નવો શાંતિ પ્રસ્તાવ મોકલ્યો છે. એક્સિયોસ (Axios) એ રવિવારે એક અમેરિકન અધિકારી અને આ મામલાની જાણકારી ધરાવતા બે સ્ત્રોતોને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ઈરાને પાકિસ્તાની મધ્યસ્થીઓ દ્વારા અમેરિકાને હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા અને યુદ્ધ સમાપ્ત કરવા માટે એક નવો પ્રસ્તાવ આપ્યો છે, જેમાં પરમાણુ વાટાઘાટોને પછીના તબક્કા માટે મોકૂફ રાખવામાં આવી છે. એક્સિયોસના રિપોર્ટ મુજબ, ઈરાન દ્વારા અમેરિકાને મોકલવામાં આવેલા નવા શાંતિ પ્રસ્તાવમાં હોર્મુઝ સ્ટ્રેટ ફરીથી ખોલવા, પરમાણુ વાટાઘાટો અંગે નવી શરત અને સીઝફાયરથી લઈને નાકાબંધી હટાવવા જેવી બાબતો મુખ્યત્વે સામેલ છે.
Was this story interesting?





