ઈરાન-અમેરિકાની મંત્રણા નિષ્ફળ રહેતાં પાકિસ્તાનને શું મળ્યું ને હવે ફરી યુદ્ધ થાય તો?
By BBC GujaratiApril 13, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઇસ્લામાબાદ ટૉક્સ' નિષ્ફળ રહી હોવા છતાં પાકિસ્તાને એ ઇરાદાનો પુનરુચ્ચાર કર્યો છે કે તે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવતું રહેશે
- પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસ્હાક ડારે આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષ યુદ્ધવિરામ માટે પોતપોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખશે
- ઇસ્હાક ડાર એમ કહેવા માગતા હતા કે તેમણે સેનાપ્રમુખ માર્શલ આસિમ મુનીર સાથે બંને પક્ષો વચ્ચે થયેલી 'કઠિન પરંતુ સકારાત્મક વાર્તા'ના ઘણા રાઉન્ડમાં તેમની મદદ કરી
- અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની પ્રતિનિધિમંડળે પણ મંત્રણા માટે મધ્યસ્થતાના પ્રયાસોનાં વખાણ કરીને પાકિસ્તાનને એક 'સારું યજમાન' ગણાવ્યું
- બંને દેશો વચ્ચે યુદ્ધ અટકાવવા અને ઇસ્લામાબાદમાં મંત્રણાનું ટેબલ તૈયાર કરવાને જ ઘણાં વર્તુળો પાકિસ્તાનની મોટી કૂટનીતિક સફળતા માનતાં હતાં, જેનાથી વૈશ્વિક સ્તરે પાકિસ્તાનનું કદ વધ્યું છે
'ઇસ્લામાબાદ ટૉક્સ' નિષ્ફળ રહી હોવા છતાં પાકિસ્તાને એ ઇરાદાનો પુનરુચ્ચાર કર્યો છે કે તે અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થની ભૂમિકા ભજવતું રહેશે. પાકિસ્તાનના વિદેશમંત્રી ઇસ્હાક ડારે આશા વ્યક્ત કરી છે કે બંને પક્ષ યુદ્ધવિરામ માટે પોતપોતાની પ્રતિબદ્ધતા જાળવી રાખશે. ઇસ્હાક ડાર એમ કહેવા માગતા હતા કે તેમણે સેનાપ્રમુખ માર્શલ આસિમ મુનીર સાથે બંને પક્ષો વચ્ચે થયેલી 'કઠિન પરંતુ સકારાત્મક વાર્તા'ના ઘણા રાઉન્ડમાં તેમની મદદ કરી. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ અને ઈરાની પ્રતિનિધિમંડળે પણ મંત્રણા માટે મધ્યસ્થતાના પ્રયાસોનાં વખાણ કરીને પાકિસ્તાનને એક 'સારું યજમાન' ગણાવ્યું.
Was this story interesting?





