ઈરાન યુદ્ધ : શું અમેરિકા અને ઇઝરાયલ ફરીથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે?

By BBC GujaratiMay 17, 2026 at 12:00 AM2 views
ઈરાન યુદ્ધ : શું અમેરિકા અને ઇઝરાયલ ફરીથી હુમલો કરવાની તૈયારી કરી રહ્યા છે?

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • કેટલાક ઈરાની અધિકારીઓએ અમેરિકા અને ખાડીના દેશોને ફરીથી યુદ્ધની શરૂ થવાની આશંકા અંગે ચેતવણી આપી છે
  • ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહમ્મદ મોખબેરે, ગલ્ફ દેશોમાં અમેરિકાના બેઝ પર તાજેતરના ઈરાની હુમલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, "તાજેતરના યુદ્ધમાં સેન્ટકૉમ (યુએસ સેન્ટ્રલ કમાન્ડ) બેઝ પર અમારા જવાબી હુમલાઓ અત્યંત સંયમિત હતા, પરંતુ આ સંયમ હંમેશાં રહેશે નહીં
  • તેમણે વધુમાં કહ્યું કે "ઈરાન વર્ષોથી આ દેશોને મિત્રો અને ભાઈઓ તરીકે જોયા, પરંતુ તેઓએ પહેલેથી જ તેમની સ્વતંત્રતા વેચીને અને પોતાનાં દેશ અને ઘરો પેલેસ્ટાઇન અને ઈરાનના દુશ્મનોને સોંપી દીધાં છે
  • ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવાલય સાથે સંકળાયેલા મીડિયા આઉટલેટ, નૂર ન્યૂઝે એક અનામી વરિષ્ઠ લશ્કરી અધિકારીને ટાંકીને ચેતવણી આપી છે કે જો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવે છે, તો "40 દિવસના યુદ્ધ દરમિયાન જે લક્ષ્યોને કોઈ કારણોસર નિશાન બનાવવામાં આવ્યાં ન હતાં તે આ વખતે પ્રાથમિક ઑપરેશનલ સૂચિમાં હશે
  • આ અગાઉ, ન્યૂ યૉર્ક ટાઇમ્સે મધ્ય પૂર્વના બે અનામી અધિકારીઓને ટાંકીને અહેવાલ આપ્યો હતો કે અમેરિકા અને ઇઝરાયલ ફરીથી ઈરાન પર હુમલો કરવાની શક્યતા પર વિચાર કરી રહ્યાં છે અને તેની તૈયારી કરી રહ્યાં છે

કેટલાક ઈરાની અધિકારીઓએ અમેરિકા અને ખાડીના દેશોને ફરીથી યુદ્ધની શરૂ થવાની આશંકા અંગે ચેતવણી આપી છે. ઇસ્લામિક રિપબ્લિક ઑફ ઈરાનના સર્વોચ્ચ નેતાના સલાહકાર મોહમ્મદ મોખબેરે, ગલ્ફ દેશોમાં અમેરિકાના બેઝ પર તાજેતરના ઈરાની હુમલાઓનો ઉલ્લેખ કરતા કહ્યું, "તાજેતરના યુદ્ધમાં સેન્ટકૉમ (યુએસ સેન્ટ્રલ કમાન્ડ) બેઝ પર અમારા જવાબી હુમલાઓ અત્યંત સંયમિત હતા, પરંતુ આ સંયમ હંમેશાં રહેશે નહીં. " તેમણે વધુમાં કહ્યું કે "ઈરાન વર્ષોથી આ દેશોને મિત્રો અને ભાઈઓ તરીકે જોયા, પરંતુ તેઓએ પહેલેથી જ તેમની સ્વતંત્રતા વેચીને અને પોતાનાં દેશ અને ઘરો પેલેસ્ટાઇન અને ઈરાનના દુશ્મનોને સોંપી દીધાં છે. " ઈરાનની સુપ્રીમ નૅશનલ સિક્યૉરિટી કાઉન્સિલના સચિવાલય સાથે સંકળાયેલા મીડિયા આઉટલેટ, નૂર ન્યૂઝે એક અનામી વરિષ્ઠ લશ્કરી અધિકારીને ટાંકીને ચેતવણી આપી છે કે જો ઈરાન પર ફરીથી હુમલો કરવામાં આવે છે, તો "40 દિવસના યુદ્ધ દરમિયાન જે લક્ષ્યોને કોઈ કારણોસર નિશાન બનાવવામાં આવ્યાં ન હતાં તે આ વખતે પ્રાથમિક ઑપરેશનલ સૂચિમાં હશે.

More To Read