'અંતે અમારા દેશમાં તબાહી સિવાય બીજું કશું નહીં બચે', ઈરાનને 'પાષાણ યુગ'માં લઈ જવાની ટ્રમ્પની ધમકી વિશે શું બોલ્યા ઈરાનીઓ?

Photo: BBC Gujarati
- અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે 'જો તેના નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે તેમની શરતો પર સહમત નહીં થાય, તો ઈરાનનાં પુલો અને વિજળી સંયંત્રો પર હુમલા કરવામાં આવશે.' આ નિવેદન તે સમયે આવ્યું છે, જ્યારે ઈરાની મીડિયાએ જણાવ્યું કે ગુરુવારે તહેરાનના પશ્ચિમમાં આવેલા કરજ શહેરમાં બાંધકામ હેઠળના એક પુલ પર બૉમ્બમારામાં આઠ લોકોનાં મોત થયાં અને અંદાજે 100 લોકો ઘાયલ થયા.
- નવરોઝની રજાના 13મા દિવસે, અનેક લોકો બી1 સસ્પેન્શન બ્રિજ પાસે પિકનિક મનાવી રહ્યા હતા, ત્યારે અમેરિકી લડાકુ વિમાનોએ પુલને બે વખત નિશાન બનાવ્યો.
- ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમારી સેના, જે દુનિયાની સૌથી મહાન અને સૌથી શક્તિશાળી છે, તેણે ઈરાનમાં જે કંઈ બચ્યું છે તેને નષ્ટ કરવાનું હજી શરૂ પણ કર્યું નથી." "નવું નેતૃત્વ જાણે છે કે શું કરવું છે, અને તેને આ કામ ખૂબ ઝડપથી કરવું પડશે." જોકે, ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ પોતાના ઍક્સ એકાઉન્ટ પર કહ્યું, "અધૂરા પુલો સહિત નાગરિક માળખાં પર કરવામાં આવેલા હુમલાઓ ઈરાનીઓને આત્મસમર્પણ કરવા મજબૂર નહીં કરી શકે." તેમણે કહ્યું કે પુલ પર કરવામાં આવેલો હુમલો "અરાજકતાથી ભરેલા દુશ્મનની હાર અને નૈતિક પતનને જ દર્શાવે છે." તેમણે કહ્યું કે, અમેરિકાની વૈશ્વિક વિશ્વસનીયતાને થયેલું નુકસાન હવે "ક્યારેય સુધારી શકાય તેમ નથી." અરાગચીએ ટ્રમ્પે આપેલા અગાઉનાં નિવેદનોનો પણ જવાબ આપ્યો, જેમાં ટ્રમ્પે બૉમ્બમારો કરીને ઈરાનને 'ફરી પાષાણ યુગમાં મોકલી દેવાની' ધમકી આપી હતી.
- તેમણે પૂછ્યું કે શું રાષ્ટ્રપતિ ખરેખર "ઘડિયાળને પાછળ ફેરવીને" તે સમયગાળામાં પાછા જવા માગે છે, "જ્યારે મધ્ય-પૂર્વમાં તેલ અથવા ગૅસનું ઉત્પાદન જ થતું નહોતું".
- તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો ઈરાનની અંદર લોકો સાથે સંપર્ક સાધવો હજી પણ અત્યંત મુશ્કેલ છે, કારણ કે ઈરાની સત્તાધિશોએ લગાવેલા ઇન્ટરનેટ બ્લૅકઆઉટને હવે 35 દિવસ થઈ ચૂક્યા છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે 'જો તેના નેતાઓ યુદ્ધ સમાપ્ત કરવા માટે તેમની શરતો પર સહમત નહીં થાય, તો ઈરાનનાં પુલો અને વિજળી સંયંત્રો પર હુમલા કરવામાં આવશે. ' આ નિવેદન તે સમયે આવ્યું છે, જ્યારે ઈરાની મીડિયાએ જણાવ્યું કે ગુરુવારે તહેરાનના પશ્ચિમમાં આવેલા કરજ શહેરમાં બાંધકામ હેઠળના એક પુલ પર બૉમ્બમારામાં આઠ લોકોનાં મોત થયાં અને અંદાજે 100 લોકો ઘાયલ થયા. નવરોઝની રજાના 13મા દિવસે, અનેક લોકો બી1 સસ્પેન્શન બ્રિજ પાસે પિકનિક મનાવી રહ્યા હતા, ત્યારે અમેરિકી લડાકુ વિમાનોએ પુલને બે વખત નિશાન બનાવ્યો. ટ્રંપે પોતાના સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટ્રુથ સોશિયલ પર લખ્યું, "અમારી સેના, જે દુનિયાની સૌથી મહાન અને સૌથી શક્તિશાળી છે, તેણે ઈરાનમાં જે કંઈ બચ્યું છે તેને નષ્ટ કરવાનું હજી શરૂ પણ કર્યું નથી.
Was this story interesting?





