લાહોરમાં સંસ્કૃત શીખવે છે આ ભૂતપૂર્વ ઍન્જિનિયરઃ 'મારી ઇચ્છા છે કે, સંસ્કૃતમાંથી ઉર્દૂમાં રામાયણ-મહાભારતનો અનુવાદ થાય'

By BBC GujaratiJune 28, 2026 at 12:00 AM1 views
લાહોરમાં સંસ્કૃત શીખવે છે આ ભૂતપૂર્વ ઍન્જિનિયરઃ 'મારી ઇચ્છા છે કે, સંસ્કૃતમાંથી ઉર્દૂમાં રામાયણ-મહાભારતનો અનુવાદ થાય'

Photo: BBC Gujarati

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમેન્ટ સાયન્સિઝ (એલયુએમએસ) ખાતે ગયા ડિસેમ્બરમાં સંસ્કૃતનો અભ્યાસક્રમ શરૂ થતાં પાકિસ્તાન અને ભારતમાં આશ્ચર્ય ફેલાયું હતું, કારણ કે ભાગલા પછી પાકિસ્તાનમાં યુનિવર્સિટી સ્તરે સંસ્કૃતનું શિક્ષણ પ્રથમ વખત શરૂ થયું છે.
  • આ અભ્યાસક્રમ ભૂતપૂર્વ ઇલેક્ટ્રિકલ ઍન્જિનિયર અને સિવિલ સર્વન્ટ ડૉ.
  • શાહિદ રશીદ દ્વારા ભણાવવામાં આવે છે, જેમણે ઑક્સફર્ડમાં સમાજશાસ્ત્રનો અભ્યાસ કર્યા પછી અને અનેક ભાષાઓ શીખ્યા પછી આ કાર્ય હાથ ધર્યું છે.
  • રશીદ માને છે કે સંસ્કૃત દક્ષિણ એશિયાનો સામાન્ય વારસો છે અને પાકિસ્તાનનો ઇતિહાસ 1947 પૂર્વે સિંધુ ખીણની સંસ્કૃતિ અને તક્ષશિલા સાથે જોડાયેલો છે.
  • ઐતિહાસિક રીતે, લાહોર સંસ્કૃતનું કેન્દ્ર રહ્યું છે, અને પંજાબ યુનિવર્સિટીમાં સંસ્કૃત વિદ્વાન આલ્ફ્રેડ વૂલનર દ્વારા એકત્ર કરાયેલી હજારો દુર્લભ હસ્તપ્રતો અને પુસ્તકોનો વિશાળ સંગ્રહ છે, જે હાલમાં સ્થાનિક વિદ્વાનો માટે અનુપલબ્ધ છે.

"સંસ્કૃત ભાષા દક્ષિણ એશિયાનો સામાન્ય વારસો છે અને તેને આધુનિક વિશ્વની રાષ્ટ્રીય સરહદોના વિભાજનમાં જકડી રાખવી એ મોટો અન્યાય છે. " આ શબ્દો છે લાહોરમાં સંસ્કૃત ભણાવનારા શિક્ષક ડૉક્ટર શાહિદ રશીદના. લાહોર યુનિવર્સિટી ઑફ મૅનેજમેન્ટ સાયન્સિઝ (એલયુએમએસ) ખાતે જર્મન સેન્ટર ફૉર લૅંગ્વેજ ઍન્ડ લિટરેચરે ગયા વર્ષના ડિસેમ્બરમાં સંસ્કૃતનો કોર્સ શરૂ કર્યો હતો. આ સમાચારને કારણે પાકિસ્તાન અને ભારત, બંને દેશોના લોકોમાં આશ્ચર્ય અને અચરજનું મોજું ફરી વળ્યું હતું, કારણ કે, ભાગલા પડ્યા પછી પ્રથમ વખત એવું બન્યું છે કે, સંસ્કૃત ભાષા પાકિસ્તાનના યુનિવર્સિટી સ્તરના શિક્ષણનો ભાગ બની હોય.

More To Read