ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન

By AbpApril 18, 2026 at 12:26 PM5 views
ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન

Photo: Abp

AI મુખ્ય હાઇલાઇટ્સ
  • ઈરાનના દાવાઓ છતાં, હોર્મુઝ સ્ટ્રેટ કોમર્શિયલ જહાજો માટે હજુ પણ સંપૂર્ણપણે ખુલ્લો નથી, જે જમીની હકીકતથી વિપરીત છે.
  • આશ્ચર્યજનક રીતે, ભારતના ચાર અને ગ્રીસના બે તેલ ટેન્કરોને હોર્મુઝ સ્ટ્રેટમાંથી પસાર થતા અટકાવી યુ-ટર્ન લેવાની ફરજ પડી હતી.
  • આ ઘટના ઈરાનના રાજકીય નેતૃત્વ અને શક્તિશાળી IRGC વચ્ચેના તાલમેલના અભાવને સ્પષ્ટપણે દર્શાવે છે, જે સંઘર્ષની સ્થિતિ ચાલુ હોવાનું સૂચવે છે.
  • IRGC એ કોઈપણ કોમર્શિયલ જહાજને તેમની પરવાનગી વિના પસાર થવા દેવાનો ઇનકાર કરીને ઈરાનમાં પોતાનું વર્ચસ્વ મજબૂત બનાવ્યું છે.
  • હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની જાહેરાતથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલના ભાવમાં ઘટાડો થયો હતો, પરંતુ સામાન્ય ટ્રાફિક શરૂ થવામાં હજુ સમય લાગી શકે છે.

Strait of Hormuz Crisis:ઈરાને હાલમાં જ દાવો કર્યો હતો કે 'હોર્મુઝ સ્ટ્રેટ' કોમર્શિયલ જહાજો માટે સંપૂર્ણપણે ખોલી દેવામાં આવી છે. પરંતુ જમીની હકીકત કંઈક અલગ જ વાર્તા કહી રહી છે. બ્લૂમબર્ગના નવા રિપોર્ટ મુજબ, શનિવારે પર્સિયન ગલ્ફમાંથી પસાર થવા ગયેલા ભારતના 4 તેલ ટેન્કરો અને ગ્રીસના 2 ટેન્કરોને અધવચ્ચેથી જ યુ ટર્ન લેવાની ફરજ પડી હતી. એક તરફ ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી યુદ્ધવિરામ દરમિયાન રસ્તો ખુલ્લો હોવાની જાહેરાત કરી રહ્યા છે, તો બીજી તરફ આ જહાજોને પસાર થવા દેવામાં આવ્યા નથી.

More To Read

ઈરાનના દાવા વચ્ચે મોટું ટ્વિસ્ટ: હોર્મુઝ સ્ટ્રેટ પહોંચેલા 4 ભારતીય ટેન્કરોએ અધવચ્ચેથી લીધો યુ ટર્ન | Teri Meri Bat | TeriMeriBat News