માતાએ લક્ઝરી શોખ પૂરા કરવા પુત્રને આંખનું કૅન્સર હોવાનું બહાનું બનાવ્યું, ભાંડો કેવી રીતે ફૂટ્યો?
By BBC GujaratiMay 2, 2026 at 12:00 AM3 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ પોતાના છ વર્ષના પુત્રને કૅન્સર હોવાનું ખોટું નિદાન બતાવીને લોકો પાસે લાખો ડૉલરોનું ભંડોળ મેળવ્યું હતું
- આ ભંડોળની મદદથી આ મહિલા પોતાના શોખ પૂરા કરીને વૈભવી જીવનશૈલી જીવતી હતી
- પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો અને અદાલતે આ મહિલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી
- દક્ષિણ ઑસ્ટ્રેલિયાની 45 વર્ષની મહિલાએ પરિવારજનો અને મિત્રોને છેતરીને તેમની પાસેથી હજ્જારો ડૉલરનું ફંડ મેળવવા માટે તેના પુત્રનું માથું મુંડાવી નાંખ્યું હતું, આઇબ્રૉના વાળ પણ ઉતરાવી દીધા, તેના હાથ અને માથા ઉપર પાટા બાંધી દીધા અને તેને દવાઓ પણ આપી
- કાનૂની કારણોસર મહિલાની ઓળખ છતી કરવામાં આવી નથી
ઑસ્ટ્રેલિયામાં એક મહિલાએ પોતાના છ વર્ષના પુત્રને કૅન્સર હોવાનું ખોટું નિદાન બતાવીને લોકો પાસે લાખો ડૉલરોનું ભંડોળ મેળવ્યું હતું. આ ભંડોળની મદદથી આ મહિલા પોતાના શોખ પૂરા કરીને વૈભવી જીવનશૈલી જીવતી હતી. પરંતુ આખરે તેનો ભાંડો ફૂટી ગયો અને અદાલતે આ મહિલાને ચાર વર્ષની જેલની સજા ફટકારી. દક્ષિણ ઑસ્ટ્રેલિયાની 45 વર્ષની મહિલાએ પરિવારજનો અને મિત્રોને છેતરીને તેમની પાસેથી હજ્જારો ડૉલરનું ફંડ મેળવવા માટે તેના પુત્રનું માથું મુંડાવી નાંખ્યું હતું, આઇબ્રૉના વાળ પણ ઉતરાવી દીધા, તેના હાથ અને માથા ઉપર પાટા બાંધી દીધા અને તેને દવાઓ પણ આપી.
Was this story interesting?





