એક મહિનો, 100 બાળકોનાં મોત, એવી બીમારી જેના કારણે ભારતના પાડોશી દેશમાં મોત થઈ રહ્યાં છે
By BBC GujaratiApril 7, 2026 at 12:00 AM0 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- બાંગ્લાદેશમાં ઓરી ફાટી નીકળવાના કારણે 100થી વધુ લોકોનાં મોતની આશંકા છે, જેમાં મોટા ભાગે બાળકોનો સમાવેશ થાય છે.
- જે આ દેશના તાજેતરના ઇતિહાસમાં ઓરીની સૌથી ઘાતક લહેર સાબિત થઈ શકે છે.
- આને પગલે સરકારે તાત્કાલિક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે.
- આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 15 માર્ચથી 7,500થી વધુ ઓરીના શંકાસ્પદ કેસો નોંધાયા છે.
- સ્થાનિક મીડિયાના અહેવાલ મુજબ, આ શંકાસ્પદ કેસોમાંથી 900થી વધુ કેસો ઓરીના છે તેની પુષ્ટિ થઈ છે, જે 2025ની સરખામણીમાં તીવ્ર વધારો દર્શાવે છે; ત્યારે 2025ના વર્ષ દરમિયાન ફક્ત 125 ઓરીના કેસ નોંધાયા હતા.
બાંગ્લાદેશમાં ઓરી ફાટી નીકળવાના કારણે 100થી વધુ લોકોનાં મોતની આશંકા છે, જેમાં મોટા ભાગે બાળકોનો સમાવેશ થાય છે. જે આ દેશના તાજેતરના ઇતિહાસમાં ઓરીની સૌથી ઘાતક લહેર સાબિત થઈ શકે છે. આને પગલે સરકારે તાત્કાલિક રસીકરણ અભિયાન શરૂ કર્યું છે. આરોગ્ય મંત્રાલયના ડેટા અનુસાર, 15 માર્ચથી 7,500થી વધુ ઓરીના શંકાસ્પદ કેસો નોંધાયા છે.
Was this story interesting?





