શું પાકિસ્તાને ઈરાનનાં યુદ્ધવિમાનોને પોતાના ઍરબેઝ પર પાર્ક કરવા માટે આપી હતી પરવાનગી?
By BBC GujaratiMay 12, 2026 at 12:00 AM4 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પાકિસ્તાને નૂર ખાન ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોની હાજરી અંગે પ્રકાશિત થયેલા એક ન્યૂઝ અહેવાલને નકારી કાઢ્યો છે
- પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેને 'ભ્રામક' અને 'સનસનાટીભર્યું રિપોર્ટિંગ' ગણાવ્યું છે
- અમેરિકાની સીબીએસ ન્યૂઝે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કર્યું હતું કે એક તરફ પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તે પોતાના ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને પાર્ક કરવાની મંજૂરી આપી રહ્યું છે
- સીબીએસના અહેવાલ પ્રમાણે, ઈરાનનો હેતુ આ વિમાનોને અમેરિકી હુમલાથી બચાવવાનો છે
- સીબીએસના આ અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે, ઈરાને પોતાનાં નાગરિક વિમાનોને અફઘાનિસ્તાન પણ મોકલ્યાં છે
પાકિસ્તાને નૂર ખાન ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોની હાજરી અંગે પ્રકાશિત થયેલા એક ન્યૂઝ અહેવાલને નકારી કાઢ્યો છે. પાકિસ્તાનના વિદેશ મંત્રાલયે તેને 'ભ્રામક' અને 'સનસનાટીભર્યું રિપોર્ટિંગ' ગણાવ્યું છે. અમેરિકાની સીબીએસ ન્યૂઝે અમેરિકી અધિકારીઓના હવાલાથી જણાવ્યું કર્યું હતું કે એક તરફ પાકિસ્તાન, અમેરિકા અને ઈરાન વચ્ચે મધ્યસ્થતા કરવાનો પ્રયાસ કરી રહ્યું છે, જ્યારે બીજી તરફ તે પોતાના ઍરબેઝ પર ઈરાની સૈન્ય વિમાનોને પાર્ક કરવાની મંજૂરી આપી રહ્યું છે. સીબીએસના અહેવાલ પ્રમાણે, ઈરાનનો હેતુ આ વિમાનોને અમેરિકી હુમલાથી બચાવવાનો છે.
Was this story interesting?





