પાકિસ્તાનમાં 500 કિલો ગર્ભનાળ પકડાઈ, આ અંગની કિંમત શું છે અને કોણ ખરીદે છે?
By BBC GujaratiJuly 1, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) એ ઇસ્લામાબાદમાં એક મોટી કાર્યવાહી કરીને 500 કિલોગ્રામ માનવ પ્લેસેન્ટા (ગર્ભનાળ) જપ્ત કરી છે.
- આ પ્રકરણમાં ત્રણ ચીની નાગરિકો સહિત પાંચ વ્યક્તિઓની ગેરકાયદેસર માનવ અંગોના વેપારમાં સંડોવણી બદલ ધરપકડ કરવામાં આવી છે.
- આ પ્રકારનો આ પ્રથમ કેસ છે, જેમાં માનવ પ્લેસેન્ટાના આંતરરાષ્ટ્રીય સ્તરે વેપાર કરતા સંગઠિત નેટવર્કનો પર્દાફાશ થયો છે.
- FIA એ હ્યુમન ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ ઓથોરિટી (HOTA) સાથે મળીને આ દરોડા પાડ્યા હતા, જેમાં શરૂઆતમાં F-7 સેક્ટર અને પછી E-11 સેક્ટરમાંથી પ્લેસેન્ટાનો જથ્થો અને પ્રોસેસિંગના સાધનો મળી આવ્યા હતા.
- પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીઓ ઇસ્લામાબાદ અને રાવલપિંડીની હોસ્પિટલોમાંથી 800 રૂપિયા પ્રતિ પ્લેસેન્ટાના ભાવે માનવ પ્લેસેન્ટા ખરીદતા હતા અને તેને 'ઘેટાંના પ્લેસેન્ટા' તરીકે વિદેશમાં નિકાસ કરવાનો ઇરાદો ધરાવતા હતા.
પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ)એ દાવો કર્યો છે કે, તેણે ઇસ્લામાબાદમાં હાથ ધરાયેલી એક કાર્યવાહીમાં 500 કિલોગ્રામ માનવ પ્લેસેન્ટા (ગર્ભનાળ અથવા તો મેલી, ઓર)નો જથ્થો જપ્ત કર્યો હતો. આ પ્રકારના આ પ્રથમ ઑપરેશનમાં તેણે માનવ અંગોના ગેરકાયદે વેચાણમાં સંડોવણી બદલ ચીનના ત્રણ નાગરિકો સહિત કુલ પાંચ વ્યક્તિની ધરપકડ કરી હતી. પ્લેસેન્ટા એવું અંગ છે, જે ગર્ભાવસ્થા દરમિયાન માતાના ગર્ભાશયમાં બને છે અને તે નાળ દ્વારા ગર્ભસ્થ શિશુ સાથે જોડાયેલું હોય છે. પ્લેસેન્ટા શિશુને ઑક્સિજન તથા પોષક તત્ત્વો પૂરાં પાડે છે અને તે શિશુના રક્તમાંથી નકામા પદાર્થોને દૂર કરે છે.
Was this story interesting?





