શાંતિ કરાર કે માત્ર દેખાડો? યુદ્ધવિરામના ગણતરીના કલાકોમાં જ ઈરાનની ઓઇલ રિફાઇનરી પર મોટો હુમલો
By AbpApril 8, 2026 at 4:23 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ બાદ માંડ બંને દેશો વચ્ચે 14 દિવસના શરતી શાંતિ કરારની જાહેરાત થઈ હતી, ત્યાં જ આ યુદ્ધવિરામ પર સવાલો ઊભા થઈ ગયા છે.
- યુદ્ધવિરામની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાનના અત્યંત મહત્વના લાવન ટાપુ પર આવેલી એક મોટી તેલ રિફાઇનરી પર જોરદાર હુમલો થયો છે.
- આ ઘટનાએ આખી દુનિયાને વિચારતા કરી દીધી છે કે શું આ ખરેખર શાંતિ કરાર છે કે પછી યુદ્ધની કોઈ નવી રણનીતિ?
- હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલા પાછળ કોનો હાથ છે, પરંતુ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં શરૂ થનારી શાંતિ વાટાઘાટો પહેલાં જ આ ધડાકાએ માહોલ ફરી તંગ કરી દીધો છે.
- એસોસિએટેડ પ્રેસ (AP) દ્વારા ઈરાનના સરકારી ટેલિવિઝનને ટાંકીને આપવામાં આવેલા રિપોર્ટ મુજબ, શરતી યુદ્ધવિરામની જાહેરાત થઈ તેના થોડા જ કલાકો પછી બુધવારે સવારે લાવન ટાપુ પર આ મોટો હુમલો કરવામાં આવ્યો હતો.
છેલ્લા 40 દિવસથી અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભીષણ યુદ્ધ બાદ માંડ બંને દેશો વચ્ચે 14 દિવસના શરતી શાંતિ કરારની જાહેરાત થઈ હતી, ત્યાં જ આ યુદ્ધવિરામ પર સવાલો ઊભા થઈ ગયા છે. યુદ્ધવિરામની જાહેરાતના ગણતરીના કલાકોમાં જ ઈરાનના અત્યંત મહત્વના લાવન ટાપુ પર આવેલી એક મોટી તેલ રિફાઇનરી પર જોરદાર હુમલો થયો છે. આ ઘટનાએ આખી દુનિયાને વિચારતા કરી દીધી છે કે શું આ ખરેખર શાંતિ કરાર છે કે પછી યુદ્ધની કોઈ નવી રણનીતિ? હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે આ હુમલા પાછળ કોનો હાથ છે, પરંતુ પાકિસ્તાનમાં આગામી દિવસોમાં શરૂ થનારી શાંતિ વાટાઘાટો પહેલાં જ આ ધડાકાએ માહોલ ફરી તંગ કરી દીધો છે.
Was this story interesting?





