રાષ્ટ્રપતિ ટ્રમ્પે આપ્યા સારા સમાચાર: શુક્રવારે ઈરાન સાથે શાંતિ મંત્રણાની શક્યતા, શું યુદ્ધ અટકશે?
By AbpApril 22, 2026 at 3:22 PM4 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- US Iran peace talks Friday:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે
- અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સકારાત્મક સંકેત આપતા કહ્યું છે કે શુક્રવારે બંને દેશો વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ યોજાઈ શકે છે
- જોકે, આ મુદ્દે મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે ઈરાને અમેરિકાના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને ટ્રમ્પના નિવેદનને જૂઠું ગણાવ્યું છે
- એક તરફ અમેરિકા શાંતિની આશા રાખી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન વાતચીત માટે સાફ ઇનકાર કરી રહ્યું છે, જેનાથી આખી પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ ગઈ છે
- ટ્રમ્પનો શાંતિ મંત્રણાનો નવો દાવો ન્યૂ યોર્ક પોસ્ટના એક રિપોર્ટ મુજબ, રાષ્ટ્રપતિ ટ્રમ્પે આશા વ્યક્ત કરી છે કે આગામી 36 થી 72 કલાકમાં બંને દેશો વચ્ચે શાંતિ મંત્રણા ફરી શરૂ થઈ શકે છે
US Iran peace talks Friday:અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા ભારે તણાવ વચ્ચે શાંતિ મંત્રણાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સકારાત્મક સંકેત આપતા કહ્યું છે કે શુક્રવારે બંને દેશો વચ્ચે વાતચીતનો બીજો રાઉન્ડ યોજાઈ શકે છે. જોકે, આ મુદ્દે મોટો વિરોધાભાસ જોવા મળી રહ્યો છે, કારણ કે ઈરાને અમેરિકાના આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે અને ટ્રમ્પના નિવેદનને જૂઠું ગણાવ્યું છે. એક તરફ અમેરિકા શાંતિની આશા રાખી રહ્યું છે, તો બીજી તરફ ઈરાન વાતચીત માટે સાફ ઇનકાર કરી રહ્યું છે, જેનાથી આખી પરિસ્થિતિ વધુ ગૂંચવાઈ ગઈ છે.
Was this story interesting?





