Mojtaba Khamenei: ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈ ક્યાં છૂપાયા છે ? રશિયન રાજદૂતે કર્યો ખુલાસો
By AbpApril 1, 2026 at 1:17 PM0 views

Photo: Abp
AI મુખ્ય હાઇલાઇટ્સ
- Mojtaba Khamenei: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વિનાશક સંઘર્ષને એક મહિનો વીતી ગયો છે, પરંતુ વૈશ્વિક ગુપ્તચર એજન્સીઓ અને રાજદ્વારી વર્તુળોમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ક્યાં છે?
- જોકે નવા ઈરાની સુપ્રીમ લીડરે રાષ્ટ્રને અનેક લેખિત નિવેદનો અને ઓડિયો સંદેશાઓ જાહેર કર્યા છે, પરંતુ યુદ્ધના પડછાયા હેઠળ સત્તા સંભાળ્યા પછી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી.
- 28 ફેબ્રુઆરીના રોજ થયેલા ઘાતક અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ઘાયલ થયા બાદ મોજતબાને ગુપ્ત રીતે સારવાર માટે રશિયા લઈ જવામાં આવ્યા હોવાની અફવાઓ ફેલાઈ હતી.
- જોકે, આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા તેહરાનમાં રશિયન રાજદૂતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે સર્વોચ્ચ લીડર ઈરાની સરહદોની અંદર છે.
- મોજતબા ખામેનેઈને ઈરાનના નવા સર્વોચ્ચ નેતા તરીકે નિયુક્ત થયાને લગભગ એક મહિનો થઈ ગયો છે, પરંતુ દુનિયામાં હજુ સુધી તેમને કોઈએ જાહેરમાં જોયા નથી.
Mojtaba Khamenei: અમેરિકા, ઇઝરાયલ અને ઈરાન વચ્ચેના વિનાશક સંઘર્ષને એક મહિનો વીતી ગયો છે, પરંતુ વૈશ્વિક ગુપ્તચર એજન્સીઓ અને રાજદ્વારી વર્તુળોમાં એક જ પ્રશ્ન ગુંજી રહ્યો છે કે ઈરાનના નવા સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ ક્યાં છે? જોકે નવા ઈરાની સુપ્રીમ લીડરે રાષ્ટ્રને અનેક લેખિત નિવેદનો અને ઓડિયો સંદેશાઓ જાહેર કર્યા છે, પરંતુ યુદ્ધના પડછાયા હેઠળ સત્તા સંભાળ્યા પછી તેઓ જાહેરમાં જોવા મળ્યા નથી. 28 ફેબ્રુઆરીના રોજ થયેલા ઘાતક અમેરિકા-ઇઝરાયલી હુમલામાં ઘાયલ થયા બાદ મોજતબાને ગુપ્ત રીતે સારવાર માટે રશિયા લઈ જવામાં આવ્યા હોવાની અફવાઓ ફેલાઈ હતી. જોકે, આ અટકળો પર પૂર્ણવિરામ મૂકતા તેહરાનમાં રશિયન રાજદૂતે સત્તાવાર રીતે જણાવ્યું છે કે સર્વોચ્ચ લીડર ઈરાની સરહદોની અંદર છે.
Was this story interesting?





