આ રશિયન મૉડલનો ચહેરો એક ફૂટબૉલ સ્ટારને મળતો આવે છે? વીડિયો વાઇરલ
By BBC GujaratiJuly 13, 2026 at 12:00 AM1 views

Photo: BBC Gujarati
AI મુખ્ય હાઇલાઇટ્સ
- રશિયન મૉડલ અનાસ્તાસિયા કોસ્ત્રોમિતિના તાજેતરમાં સોશિયલ મીડિયા પર તેની અસામાન્ય લોકપ્રિયતાને કારણે ભારે ચર્ચામાં છે.
- તેની આ ખ્યાતિનું મુખ્ય કારણ નોર્વેના સુપરસ્ટાર ફૂટબૉલર એર્લિંગ હાલાન્ડ સાથે તેના ચહેરાની અદભૂત સમાનતા છે.
- અનાસ્તાસિયાએ આ વિશિષ્ટ સરખામણીને રમૂજી રીતે દર્શાવતા અનેક વીડિયો ક્લિપ્સ પોસ્ટ કરી હતી.
- આ વીડિયોઝ ઝડપથી વાયરલ થયા, જેમાંની એક ક્લિપ તો 110 મિલિયનથી વધુ વ્યૂઝ સુધી પહોંચી ગઈ, એટલે કે 11 કરોડ લોકોએ તેને નિહાળી.
- આ જબરદસ્ત પ્રતિસાદે તેને રાતોરાત વૈશ્વિક સ્તરે ઓળખ અપાવી છે અને તેને ઇન્ટરનેટ સેન્સેશન બનાવી દીધી છે.
આ રશિયન મૉડલ અનાસ્તાસિયા કોસ્ત્રોમિતિના વાઇરલ થઈ ગયાં છે અને એનું કારણ પણ જરા નવાઈ લાગે એવું છે. રશિયાના મૉડલ અનાસ્તાસિયાએ તેનો ચહેરો નૉર્વેના હાલ ચર્ચામાં રહેલા સ્ટાર ફૂટબૉલર એર્લિંગ હાલાન્ડને મળતો આવે છે એવું બતાવતા કેટલાક મજેદાર વીડિયો પોસ્ટ કર્યા, જેમાંની એક વીડિયો ક્લિપ 110 મિલિયન વ્યૂઝ એટલે કે 11 કરોડ વ્યૂઝ પર પહોંચી ગઈ. અનાસ્તાસિયાનું કહેવું છે કે શરુઆતમાં તેને આ સરખામણી ગમી નહીં પણ હવે તેણે આને મજાક ગણી અપનાવી લીધી છે. તેમનું કહેવું છે કે, "સૌથી પહેલા તેની એક મિત્ર તેનો ચહેરો આ ફૂટબૉલ પ્લેયર સાથે મળતો આવતો હોવાનું કહ્યું હતું, જે વાતને તેના બીજા મિત્રો અને પરિવારે આગળ વધારી અને એ રીતે વાત વધતી જ ગઈ.
Was this story interesting?





